Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

૧૮ તબીબ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૭૦ કર્મચારીઓને કોરોના ચેપ

ગોધરામાં એસઆરપીના ૧૭ જવાનોના પોઝિટિવ : વધુ ૭૦ પોઝિટિવ આવતા કુલ સરકારના ૧૩૬ કર્મચારી પોઝિટિવ આવ્યા : મોટી સંખ્યામાં કોરોનાથી ભારે ફફડાટ

અમદાવાદ,તા.૨૪ : છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ શહેરમાં કોરોના વાઇરસનો ફેલાવો બહુ ગંભીર અને ખતરનાક હદે વકરી ગયો છે. પોઝિટિવ વ્યક્તિનો ચેપ હવે માત્ર તેના પરિવાર કે પાડોશી નહીં નહીં પરંતુ ફ્રન્ટ લાઈન વોરિયર્સમાં પણ ફેલાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ ૭૦ કર્મચારીઓ કોરોના પોઝિટિવનો ભોગ બન્યા છે. જેમાં ૧૮ ડોકટરો, ૧૦ પેરામેડીકલ સ્ટાફ, સફાઈ કામદાર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તમામ ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોના વાઇરસ સામે લડત આપી રહ્યા હતા અને તેઓ કોઈને કોઈ વ્યક્તિના સંક્રમણના ભોગ બન્યા હતા. અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા ૭૦ કર્મચારીઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે અને તેઓને સારવાર હેઠળ તો દાખલ કરાયા છે પરંતુ સાથે સાથે તેઓ જે લોકોના સંપર્કમાં આવ્યા છે તે તમામ લોકોને પણ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

         અમદાવાદમાં જો ફ્રન્ટલાઈન વોરિયર્સના પોઝિટિવ કેસની વાત કરીએ તો પોલીસમાં ૬૬ જેટલા કેસ પોઝિટિવ આવ્યા છે અને કોર્પોરેશનના ૭૦ કેસ પોઝિટિવ આવતા કુલ ૧૩૬ જેટલા સરકારી કર્મચારીઓ પોઝિટિવ કેસના ભોગ બન્યા છે. જેને લઇ હવે ખુદ રાજય સરકાર, અમ્યુકો તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર પણ ચિંતિત બન્યા છે. બીજીબાજુ, ગોધરામાં આજે એસઆરપી ગ્રુપ પાંચની કંપનીના ૧૭ જવાનોનો રિપોર્ટ પોઝિટિવ આવતાં એસઆરપી અને પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ખુદ રાજય સરકાર, જિલ્લા આરોગ્ય તંત્ર અને સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ એકસાથે ૧૭ જેટલા એસઆરપી જવાનોના પોઝિટિવ રિપોર્ટને લઇ દોડતા થઇ ગયા હતા. કુલ ૨૨ એસઆરપી જવાનોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી ૧૭ના રિપોર્ટ પોઝિટિવ આવતાં ભારે હડકંપ મચી ગયો હતો. તમામ ૧૭ એસઆરપી જવાનોનેહોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતાઅને તેઓ જેમના સંપર્કમાં આવ્યા હતા, તે હિસ્ટ્રી જાણી તેઓને પણ કવોરન્ટાઇન કરવાનીતજવીજ હાથ ધરવામાં આવી હતી.

(10:13 pm IST)