Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

લોકડાઉન વચ્ચે ખાનપુરમાં ગલ્લાનાં તાળા તોડી પડાયા

સિગારેટ, તમાકુ સહિતના માલની ચોરી

અમદાવાદ,તા.૨૪ : અમદાવાદમાં ખાનપુર વિસ્તારમાં આવેલા ક્યુ લેન્ડ પણ પાર્લરમાં ગઈકાલે રાત્રે તાળા તોડીને લૂંટ કરાઈ હોવાની પોલીસ ફરિયાદ થવા પામી છે. લોકડાઉન જાહેર થતા એકાએક બંધ કરાયેલી દુકાનમાં વિવિધ બ્રાન્ડની સિગારેટ તેમજ તમાકુ સહિતની અન્ય ચીજવસ્તુઓ પણ દુકાનમાં હતી. તમામ ચીજ વસ્તુઓ તેમજ દુકાનમાંથી ટીવી અને ચોકલેટ સહિત લગભગ દોઢ લાખના મુદ્દામાલની ચોરી થવા પામી છે. ઉલ્લેખનીય છે કે સતત એક મહિનાના લોક ડાઉનના કારણે વિવિધ પ્રકારની તમાકુ, ગુટકા અને સિગારેટના ખૂબ ઊંચા ભાવ અત્યારે બજારમાં ચાલી રહ્યા છે.

          ત્યારે તકનો પૂરો ફાયદો ઉઠાવવા માટે લૂંટ થયાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તકનો પૂરો ફાયદો ઉઠાવવા માટે લૂંટ થયાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, ખાનપુર જેવા ભરચક વિસ્તામાં પાનના ગલ્લાના તાળા તૂટવાની અને ચોરીની ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લોકડાઉનની સ્થિતિ વચ્ચે તસ્કરો હવે જીવનજરૂરી ચીજવસ્તુ અને આવશ્યક સેવાઓના સ્થાનો પર ત્રાટકી રહ્યાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે પોલીસે પણ દિશામાં પેટ્રોલીંગ અને તપાસ વધારવાની માંગ ઉઠી રહી છે.

(10:08 pm IST)