Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ગુજરાતમાં ચશ્માની દુકાનો પણ ખોલવાની મંજુરી મળી

ચશ્માનો પણ આવશ્યક ચીજવસ્તુમાં સમાવેશ કરાયો : દિવસ દરમિયાન સવારના ૯થી બપોરના ૨ વાગ્યા સુધી તમામ ઓપ્ટિશિયન્સ દુકાન ખુલ્લી રાખી શકશે

અમદાવાદ,તા.૨૪ : કોરોનાને લઇ અમદાવાદ, ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે અને ગુજરાતમાં પણ લોકડાઉન તા. મે સુધી ચાલુ રહેશે. જો કે લોકડાઉનમાં દૂધ, દવા અને કરિયાણા જેવી જીવન આવશક્ય ચીજ વસ્તુઓના વિક્રેતાઓને દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી નાગરિકોમાં એક સવાલ ચર્ચાતો હતો કે શું ચશ્માનો કાચ તૂટી જાય તો તે જીવન રૂરી વસ્તુમાં આવે? જેને પગલે ચશ્માને પણ જીવન રૂરી વસ્તુમાં સામેલ કરી લોકડાઉનમાંથી શરતોને આધીન દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. ગુજરાત ઓપ્ટિકલ ફેડરેશને જણાવ્યું કે, દિવસ દરમિયાન સવારના ૯થી બપોરના વાગ્યા સુધી તમામ ઓપ્ટિશિયન્સ દુકાન ખુલ્લી રાખી શકશે.

          આ નિર્ણયને પગલે ચશ્માની રૂરિયાત હોય તેવા લોકોને રાહત મળશે. અંગે ગુજરાત ઓપ્ટિકલ ફેડરેશન તરફથી જણાવાયું હતું કે ઓપ્ટિકલસને આવશ્યક સેવામાં ગણવામાં આવી છે. કલાક માટે દુકાનો ખોલવા પરમિશન આપી છે જો કે અમે દરેક માટે સવારે ૯થી બપોરે વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે. છૂટમાં કેટલી શરતો પણ રાખવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા સોશિયલ ડિસ્ટન્સિગ તેમજ હાઈજીનના નિયમોનું પાલન કરવું પડશે. તેમજ કોવિડ ૧૯ સંબંધિત બધા કાયદાનું ચૂસ્ત પાલન કરવાનું રહેશે.

         આ નિયમોનો ભંગ થશે તો સરકાર તરફથી દંડનીય કાર્યવાહી કરવામાં આવશેદુકાને આવવા જવા માટે પોલીસ ભવન તથા ઓનલાઈનથી ગુમાસ્તા ધારા અથવા રજીસ્ટ્રેશન તેમજ વાહનની રજીસ્ટ્રેશનની બૂક લઈ જવાથી આવવા જવા માટેનો વ્યક્તિગત પાસ મેળવી શકાશે. દુકાન ખોલવા માટે કોઈ સર્ટિફિકેટની રૂ નથી. જો કે નિયમ અને કાયદાનું પાલન થાય અથવા દુકાનના કામકાજ દરમિયાન કોરોનાનો પોઝિટિવ કેસ  આવે તો તે માટે કોઈપણ એસોસિયેશન કે ઓપ્ટિકલ ફેડેરેશન જવાબદાર રહેશે નહીં.

(10:07 pm IST)