Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ઈ-મુલાકાત શરૂ : 500 કેદીઓએ મેળવ્યો લાભ

વિડિઓ કોલ દ્વારા પરિવારજનો સાથે વાત કરતા કેદીઓમાં ખુશીનો માહોલ

અમદાવાદઃ કોરોના વાયરસની મહામારીથી બહાર આવી શકાય અને ઓછાથી ઓછા લોકોમાં આ બીમારી ફેલાય એ માટે સરકાર પણ તમામ પ્રયાસ કરી રહી છે ત્યારે એક અનોખો પ્રયાસ અમદાવાદની સેન્ટ્રલ જેલથી શરૂ કરવામાં આવ્યો છે.

સેન્ટ્રલ જેલમાં બંધ કેદીઓના પરિવારને પણ તેમની ચિંતા થાય છે અને જેને લઈ પરિવારના લોકો તેમની સાથે વાત કરી શકે તે માટે એક અનોખી કાર્યાવહી શરૂ કરવામાં આવી છે.

સેન્ટ્રલ જેલમાં બંધ કેદીઓ ને તેમના પરિવાર સાથે વાત કરાવવા પોલીસ દ્વારા e-મુલાકાત શરૂ કરાઈ છે. જેમાં કેદીઓ વીડિયો કોલ દ્વારા પોતાના પરિવાર સાથે વાત કરી રહ્યાં છે અને ખુશી વ્યક્ત કરી રહયાં છે

આ મામલે જેલના acp dv રાણાનું કેહવું છે કે અમે હાલ રોજના 50 જેટલા કેદીઓને રોજ તેમના પરિવાર સાથે વાત કરવી રહ્યાં છે અને અત્યાર સુધી 500 જેટલા કેદીઓ લાભ લઈ લીધો છે.

(10:02 pm IST)