Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

સુરતમાં કોરોનાએ વધુ એક ભોગ લીધો : મૃત્યુઆંક 14 થયો : કોર્પોરેટરની માતા સહિત 11 નવા પોઝિટિવ કેસ

કોગ્રેસના કોર્પોરેટર વિજય પાનસુરિયાની માતાનો રિપોર્ટ પોઝિટિવ : કોર્પોરેટરને ક્વોરોન્ટાઇન કરાયા

સુરતઃ  કોરોના વાયરસમાં સુરતમાં વધુ એકનો ભોગ લેવાયો છે. નાનપુરા વિસ્તારની ૫૩ વર્ષીય આધેડ મહિલાનું મોત નિપજ્યું છે, સાથે સુરતમાં કોરોનામાં મરણાંક ૧૪ થયો છે. જયારે કોર્પોરેટરની માતા સહિત નવા ૧૧ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત શહેરમાં પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આજે સવારના છ વાગ્યાથી કર્ફ્યુ ઉઠાવી લેવાયો હતો 

 નાન પુરા વિસ્તારમાં રહેતા ૫૩ વર્ષીય સવિતાબેન વિજયકુમાર નાગરને ૨૧મીના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દરમિયાન સવિતાબેનનું શુક્રવારે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સવિતાબેનને શ્વાસ લેવાની તકલીફ તેમજ ડાયાબિટીસ અને હાયપર ટેન્શનની પણ તકલીફ હતી. શુક્રવારે સવારે કોરોના વધુ ૧૧ પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. વધુમાં સુત્રોના જણાવ્યા મુજબ કોગ્રેસના કોર્પોરેટર વિજય પાનસુરિયાની માતા રમાબેનનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરિણામે કોર્પોરેટરને પણ ક્વોરોન્ટાઇન કરાયા છે. જયારે શહેરમાં પાંચ પોલીસ મથક વિસ્તારમાંથી આજે સવારે કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો છે

(9:49 pm IST)