Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

હિંમતનગરના બિલ્ડરની ઉદારતા : કોરોના નાબૂદ ન થાય ત્યાં સુધી ભાડું માફ

પોતાની પ્રોપર્ટીના 90 ફ્લેટ-દુકનોનું એક મહિનાની 5 લાખની ભાડાની આવક

હિંમતનગરના એક બિલ્ડરે અનેરી ઉદારતા દખવી છે હાલમાં કોરોનાની મહામારીમાં સર્જાયેલા આર્થિક સંકટના કારણે અનોખી જાહેરાત કરી છે. જેમાં બિલ્ડરે પોતાની પ્રોપર્ટીમાં ભાડે રહેતા લોકો અને દુકાનદારોનું માર્ચ મહિનાથી જ્યાં સુધી કોરોનાનો કહેર પતે નહિ ત્યાં સુધીનું ભાડું માફ કરી દીધું છે.

 અહેવાલ મુજબ આ બિલ્ડરની પ્રોપર્ટીમાં 90 ફ્લેટ અને દુકાનો છે. ત્યારે એક મહીનાનું અહીંના ભાડુઆતોએ 5 લાખ રૂપિયા ભાડું ચુકવવું પડતું હોય છે. જોકે, જ્યાં સુધી કોરોનાનો કહેર પતે નહિ ત્યાં સુધીનું ભાડું બિલ્ડરે માફ કરી દીધું છે. આ સાથે જ અન્ય મદદ કરવાની પણ જાહેરાત કરી છે.

(9:13 pm IST)