Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કોરોના કેસની સંખ્યા કરતાં વધુ પ્રમાણમાં બેડની સુવિધાઓ તૈયાર : 3 મે સુધીમાં અનેક દર્દીઓ સાજા થઈ ઘરે જશે: મુખ્યમંત્રી રૂપાણી

દિલ્હીમાં નિઝામુદ્દીન મરકજમાં ગયેલા તબલીગી જમાતે દેશભરમાં ચેપ ફેલાવ્યો

અમદાવાદ : ગુજરાતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે બીજી બાજુ સરકારી હોસ્પિટલોમાં પણ વ્યવસ્થા અને સુવિધાઓનો અભાવ હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી મળતાં સવાલો પર લોકોને આશ્વાસન આપ્યું કે સરકારી હોસ્પિટલોમાં ઉત્તમ સારવાર આવપામાં આવી રહી છે. તો તેમણે એમ પણ કહ્યું કે જે લોકો ઈચ્છે તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકે છે.

   વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાત સરકારે આગોતરું આયોજન કરીને કેસોની સંખ્યા કરતાં વધુ પ્રમાણમાં બેડની સુવિધાઓ તૈયાર કરી રાખી છે દિલ્હીમાં નિઝામુદ્દીન મરકજમાં ગયેલા તબલીગી જમાતે દેશભરમાં ચેપ ફેલાવ્યો અને ગુજરાતમાં પણ તેને કારણે ચેપ ફેલાયો. તેમણે લોકોને આશ્વાસન આપ્યું કે,3 મે સુધીમાં અનેક દર્દીઓ સાજા થઈને ઘરે જશે

(9:08 pm IST)