Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ગુજરાતમાં કોરોના તાંડવ વચ્ચે ૧૯૧ નવા કેસો : ૧૫ મોત થયા

ગુજરાતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૨૮૧૫ સુધી પહોંચી ગઈ : નવા ૧૯૧ કેસોમાં એકલા અમદાવાદમાં ૧૬૯ કેસ નોંધાતા ભારે હાહાકારની પરિસ્થિતિ : કોરોના વાયરસના ૨૯ દર્દીઓ ગુજરાતમાં હજુ વેન્ટીલેટર પર

અમદાવાદ,તા.૨૪ : ગુજરાતમાં કોરોના તાંડવ યથાવતરીતે જારી રહ્યો છે. આજે પણ વિક્રમી સંખ્યામાં નવા કેસો સપાટી ઉપર આવ્યા હતા. રાજ્યમાં નવા ૧૯૧ કેસો સપાટી પર આવ્યા હતા જે પૈકી એકલા અમદાવાદમાં જ ૧૬૯ કેસો સપાટી ઉપર આવ્યા હતા. નવા કેસોની સાથે જ ગુજરાતમાં કેસોની સંખ્યા વધીને ૨૮૧૫ સુધી પહોંચી ગઈ છે. ૨૯ દર્દીઓ હજુ પણ વેન્ટીલેટર પર છે જ્યારે ૨૩૯૪ દર્દીઓ સ્ટેબલ સ્થિતિમાં છે. કોરોના સામે જંગ જીત્યા બાદ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા ૨૬૫ નોંધાઈ છે જ્યારે આજે રાજ્યમાં વધુ ૧૫ લોકોના મોત સાથે મોતનો આંકડો વધીને ૧૨૭ ઉપર પહોંચ્યો હતો. અમદાવાદમાં સ્થિતિ સૌથી ચિંતાજનકરીતે બનેલી છે. અમદાવાદ સિવિલમાં આજે મોટાભાગના દર્દીઓના મોત થયા હતા. અમદાવાદ સિવિલમાં મૃત્યુ પામેલા દર્દીઓની વાત કરવામાં આવે તો સાત દર્દીઓના મોત થયા હતા. આનાથી વ્યાપક દહેશત વધી ગઈ હતી. કેટલાક દર્દીઓ હાઈપર ટેન્શન અને ડાયાબિટીસના દર્દીઓ હોવાનું જાણવા મળ્યું છે પરંતુ આજે મૃત્યુ પામેલા પૈકી માત્ર એક જ ૧૭ વર્ષની કિશોરી રહી છે.

              બાકી તમામની વય ૬૦થી ઉપર રહી છે. ગુજરાતના સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તારમાં અમદાવાદ છે. ત્યારબાદ વડોદરા અને સુરતમાં પણ મોટી સંખ્યામાં કેસો છે. ગુજરાતમાં જે કેસો વધ્યા છે તે પૈકી મોટાભાગે અમદાવાદમાં વધી રહ્યા છે. અન્યત્ર સ્થિતિ કાબૂમાં આવી રહી છે પરંતુ અમદાવાદના લીધે આંકડો ઉલ્લેખનીયરીતે વધ્યો છે.આજે પણ કોરોના પ્રભાવિત વિસ્તારોમાં સઘન તપાસની કામગીરી  યથાવત રીતે જારી રહી હતી. જેના ભાગરૂપે અમદાવાદમાં વધુ ૧૫૧ કેસો સપાટી પર આવ્યા હતા. હોટસ્પોટ બનેલા અને ખતરનાકરીતે કોરોનાના કેસો જ્યાં વધી રહ્યા છ. અમદાવાદમાં આજે જે ૧૬૯ પોઝિટિવ કેસ આવ્યા હતા.  અમદાવાદમાં કેસોને રોકવા માટે વિવિધ પગલાની અસર દેખાઇ રહી છે.  રાજ્યમાં કોરોનાને લઇને સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. રાજયમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના હોટસ્પોટ સ્થાનોએ સરકાર અને તંત્ર દ્વારા મહત્તમ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, તેના કારણે હાલ રાજયમાં કોરોના પોઝિટિવના કેસોમાં આટલો ઉછાળો અથવા તો વધારો નોંધાઇ રહ્યો છે.  અમદાવાદ અને વડોદરા રાજ્યમાં હોટસ્પોટ તરીકે નોંધાઈ ગયા છે. કારણ કે, આ બે જગ્યા પર જ સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.  ગુજરાતમાં દેશના અન્ય ભાગોની જેમ જ કોરોનાના કેસોમાં ઉલ્લેખનીયરીતે વધારો થઇ રહ્યો છે. સૌથી વધુ પ્રભાવિત રહેલા રાજ્યોમાં હવે ગુજરાત પણ સામેલ થઇ ગયું છે.

             રાજ્ય સરકાર જુદી જુદી રીતે માહિતી મેળવવાના તમામ પ્રયાસો કરી રહી છે. ચકાસણીની પ્રક્રિયા પણ તીવ્ર કરવામાં આવી છે. રાજ્યમા ખાસ કોરોના હોસ્પિટલો પણ ઉભી કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના દર્દીઓની વાત કરવામાં આવે તો સંખ્યા અમદાવાદમાં સૌથી વધારે વધી રહી છે. રાજ્યના જુદા જુદા ભાગોમાં અમદાવાદ સિવાય જ્યાં કેસોની સંખ્યા સૌથી વધારે રહી છે તેમાં સુરતનો સમાવેશ થાય છે. સુરતમાં આ આંકડો ૪૬૨નો રહ્યો છે જ્યારે વડોદરામાં ૨૨૩ કેસો હજુ સુધી નોંધાઈ ચુક્યા છે. રાજ્યના હોટસ્પોટ એવા અમદાવાદ, સુરત અને વડોદરાને લઇને કેન્દ્રીય સ્તર સુધી પણ નોંધ લેવામાં આવી છે. કારણ કે, આ તમામ વિસ્તારોમાં કેસોની સંખ્યામાં ઝડપી વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કુલ કેસો ૨૮૧૫ નોંધાયા છે જે પૈકી ૧૮૨૧ કેસો એકલા અમદાવાદમાં નોંધાયા છે જે દર્શાવે છે કે, અમદાવાદમાં સ્થિતિ કેટલી ગંભીર બનેલી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અમદાવાદના આંકડાને લઇને ચિંતા વ્યક્ત કરી છે.

ગુજરાતમાં કોરોના આતંક....

અમદાવાદમાં ૮૩ સુધી મૃતાંક પહોંચ્યો

અમદાવાદ,તા.૨૪ : ગુજરાતમાં આજે કોરોના વાયરસના નવા ૧૯૧ કેસો સપાટી પર આવ્યા હતા. આની સાથે જ કેસોની સંખ્યા વધીને ૨૮૧૫ સુધી પહોંચી ગઈ હતી. રાજ્યમાં કોરોના પ્રકોપની સ્થિતિ નીચે મુજબ છે.

ગુજરાતમાં કોરોનાના કુલ કેસ

૨૮૧૫

સ્થિર રહેલા દર્દીઓ

૨૩૯૪

વેન્ટીલેટર પર રહેલા દર્દીઓ

૨૯

હજુ સુધી ડિસ્ચાર્જ કરાયેલા દર્દી

૨૬૫

ગુજરાતમાં કુલ મોત

૧૨૭

શુક્રવારના દિવસે નવા કેસો

૧૯૧

શુક્રવારના દિવસે અમદાવાદમાં કેસો

૧૬૯

શુક્રવારના દિવસે ડિસ્ચાર્જ

૦૭

શુક્રવારના દિવસે કુલ મોત

૧૫

હજુ સુધી ટેસ્ટ

૪૩૮૨૨

હજુ સુધી ટેસ્ટ નેગેટિવ

૪૧૦૦૭

અમદાવાદ શુક્રવારના દિવસે મોત

૧૪

હોમ ક્વોરનટાઈનમાં દર્દીઓ

૩૦૦૬૪

સરકારી ફેસિલિટીમાં ક્વોરનટાઈન

૩૪૦૩

પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરનટાઈન

૨૬૭

કુલ ક્વોરનટાઈન

૩૩૭૩૪

અમદાવાદમાં કુલ કેસો

૧૮૨૧

અમદાવાદમાં કુલ મોત

૮૩

ગુજરાત : કોરોના કહેર

ગુજરાતમાં કેસોની સંખ્યા ૨૮૧૫

અમદાવાદ, તા.૨૪ : ગુજરાતમાં કોરોના કેસોમાં જોરદાર વિસ્ફોટની સ્થિતિ જારી રહી છે. ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા નીચે મુજબ છે.

શહેર

કેસ

અમદાવાદ

૧૮૨૧

વડોદરા

૨૨૩

સુરત

૪૬૨

રાજકોટ

૪૧

ભાવનગર

૩૫

આણંદ

૩૬

રૂ

૨૯

ગાંધીનગર

૧૯

પાટણ

૧૫

પંચમહાલ

૧૫

બનાસકાંઠા

૧૬

નર્મદા

૧૨

છોટાઉદેપુર

૧૧

કચ્છ

૦૬

મહેસાણા

૦૭

બોટાદ

૧૨

પોરબંદર

૦૩

દાહોદ

૦૪

ગીરસોમનાથ

૦૩

ખેડા

૦૫

જામનગર

૦૧

મોરબી

૦૧

સાબરકાંઠા

૦૩

અરવલ્લી

૧૮

મહીસાગર

૦૯

તાપી

૦૧

વલસાડ

૦૫

નવસારી

૦૧

ડાંગ

૦૧

કુલ

૨૮૧૫

ગુજરાતમાં નવા કેસ....

શુક્રવારના દિવસે ૧૯૧ નવા કેસ

અમદાવાદ, તા.૨૪

વિસ્તાર

કેસ

અમદાવાદ

૧૬૯

સુરત

૦૬

વડોદરા

૦૫

આણંદ

૦૩

ગાંધીનગર

૦૧

ભાવનગર

૦૨

બોટાદ

૦૧

પંચમહાલ

૦૩

વલસાડ

૦૧

કુલ

૧૯૧

(8:55 pm IST)