Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

વલસાડ જિલ્લામાં કોરોનાનો 5 કેસ નોંધાયો

ધમરપુરની કોરોના પોઝિટિવ સગર્ભા મહિલાના સંપર્કમાં આવતા ચેપ લાગ્યો

વલસાડ " જિલ્લામાં કોરોનાએ દેખા દીધા બાદ હવે નવા કેસોનો ઉમેરો થઈ રહ્યો છે ત્યારે વધુ એક નોંધાતા જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે ધરમપુર તાલુકાના કેળવણી ખાતે વધુ એક મહિલાનો કોરોના પોઝીટીવ કેસ આવતા કુલ પાંચ કેસ થઈ ચૂક્યા છે કોરોનાના કેસો દેખાયા છે જેમાં સૌથી વધુ કેસ ધરમપુરના છે જ્યાં ત્રણ કેસ નોંધાયા છે. ધરમપુરમાં સગર્ભા મહિલા અને વધુ એક મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે . આજે કોરોના પોઝીટીવ આવનાર મહિલા વંદનાબેન વસંતભાઈ જાદવ (ઉ.વ. 32) ( રહે.  કેળવણી, પટેલ ફળિયુ , તા . ધરમપુર, જિ. વલસાડ) હોવાનું જાણવા મળ્યું છે તેમની ટ્રાવેલ હિસ્ટ્રી આજ વિસ્તારમાં ગતરોજ કોરોના પોઝીટીવ સગર્ભા મહિલાના સંપર્કમાં આવવાથી ચેપગ્રસ્ત બન્યા છે પોતે આશા વર્કર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે તેમના પતિ અને પુત્રી ને કોરિન્ટીન કરવામાં આવ્યા છે .

(8:27 pm IST)