Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ગળતેશ્વર તાલુકાના રોઝવા ચેકપોસ્ટ પર ફરજ બજાવતી પોલીસે સવારના સુમારે એક્ટિવાની ડેકીમાંથી દારૂની બોટલ સાથે શિક્ષની ધરપકડ કરી

ગળતેશ્વર: તાલુકાના રોઝવા ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતી પોલીસે આજરોજ સવારના સમયે માર્ગ પરથી આવતા એક નંબર પ્લેટ વગરના એક્ટિવાને રોકી તલાશી લેતાં ડિકીમાંથી બે નંગ વિદેશી દારૃની બોટલો મળી આવી હતી. પોલીસે એક્ટિવા ચાલકની અટકાયત કરી પૂછપરછ કરતાં તે ચપટીયા તાબે નેપાલપુરા પ્રાથમિક શાળાનો શિક્ષક હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે દારૃ સાથે પકડાયેલા શિક્ષક સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ સેવાલિયા પોલીસની ટીમ આજરોજ સવારના સમયે ગળતેશ્વર તાલુકાના રોઝવા ચેકપોસ્ટ ઉપર લોકડાઉન અંતર્ગત ચેકીંગમાં હતી. દરમિયાન બાલાસિનોર તરફથી એક નંબર પ્લેટ વગરનું સફેદ એક્ટિવા આવતાં પોલીસે તેને રોક્યું હતું. અને તલાશી લેતાં એક્ટિવાની ડિકીમાંથી વિદેશી દારૃની બે નંગ બોટલો મળી આવી હતી. જેથી પોલીસે એક્ટિવા ચાલક રાહુલભાઈ મુકેશભાઈ પટેલ (હાલ રહે.અવધુત ખાંચાની સામે, બજારમાં,સેવાલિયા, મુળ રહે.ગાયત્રી સોસાયટી, વિરપુર)ની અટકાયત કરી હતી. અને પૂછપરછ કરતાં તે ચપટીયા તાબે નેપાલપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો હોવાનું બહાર આવ્યું હતું.

(5:50 pm IST)