Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

આણંદ નજીક મોગરી ગામે અગાઉ અપશબ્દો બોલવાની બાબતે ઠપકો આપનાર દંપતી પર પિતા-પુત્રનો જીવલેણ હુમલો:ગુનો દાખલ

આણંદ: નજીક આવેલા મોગરી ગામે ચારેક દિવસ પહેલાં ગાળો બોલવાની બાબતે ઠપકો આપતાં પિતા-પુત્રએ દંપતીને માર મારીને એકને ફ્રેક્ચર કરી નાંખતા આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર મોગરી-જીટોડીયા રોડ ઉપર આવેલી સહકાર સોસાયટીમાં રહેતા રૂપેશભાઈ પીયુષભાઈ પરમાર અગાઉની રીસ રાખીને નજીકમાં જ રહેતા સરોજબેન મુકેશભાઈ પરમારને ગમે તેવી ગાળો બોલતો હતો. જેથી તેણીએ ગાળો બોલવાની ના પાડતાં જ તેનું ઉપરાણુ લઈને તેના પિતા પિયુષભાઈ બાલુભાઈ પરમાર પણ આવી ચઢ્યા હતા અને બન્નેએ વધુ ગાળો બોલીને ઉશ્કેરાઈ જઈ સરોજબેન અને તેમના પતિ મુકેશભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. રૂપેશભાઈએ મુકેશભાઈને જોરથી ધક્કો મારતાં તેઓ નીચે પડી જતા ઈંટ છાતી તેમજ જમણા ખભાના ભાગે વાગતાં ફ્રેક્ચર થઈ જવા પામ્યું હતુ.

 

(5:49 pm IST)