Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

તલોદ તાલુકાના મોહનપુર ગામમાં પરપ્રાંતીય વેપારીની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

તલોદ:તાલુકાના મોહનપુરા ગામના 'બીડતરીકે જાણીતા ગૌચરમાંથી પરપ્રાંતીય વેપારીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મૂળ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ચીરવા તાલુકાના સરેગલા ગામનો રહીશ અને કેટલાક સમયથી તલોદ તાલુકાના વરવાડા ગામમાં એક ભાડાના મકાનમાં રહેતો અને રણાસણમાં ફરસાણની દુકાન ધરાવતો વેપારી કોઈ કારણોસરક બોરડીના ઝાડે ગળેફાંસો ખાઈને મોતને ભેટયો હોવાની ફરિયાદ નોંધીને તલોદ પોલીસે તપાસ જારી રાખેલ છે.

રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ચિરવા તાલુકાનાસરેગલા ગામનો વેપારી તેજસિંહ નારસિંહ ભાટી (...-40) તલોદ તાલુકાના રણાસણ ખાતેના શોપિંગ સેન્ટરમાં ફરસાણની દુકાન ધરાવતો હતો અને તે તાલુકાના વરવાડા ગામે પરિવાર સાથે રાજેન્દ્રસિંહ જગતસિંહ ઝાલાના મકાનમાં ભાડે રહેતો હતો કોરોના વાયરસની મહામારી શરૂ થતાં તે તેના પરિવાર સાથે માદરે વતન રાજસ્થાન ચાલ્યો ગયો હતો અને સમયાંતરે તે એકલો અહીં મોહનપુર પંથકમાં આવ્યો હતો. જે લાશનો કબજો લઈ તલોદ પોલીસે તેને પોસ્ટમોર્ટમ માટે તલોદ રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ડૉક્ટરની પેનલે તેજસિંહ ભાટીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. મૃતકના પત્ની વગેરે રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારમાં હોવાથી તલોદ પહોંચી શક્યા નહોતા પરંતુ તેમના ભાઈ- મામા વગેરે સ્વજનો આવી પહોંચ્યા હતા. જેઓને લાશનો કબજો સોંપી દેવામાં આવ્યો હતો.

(5:48 pm IST)