Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો હાહાકાર: છેલ્લા અગિયાર દિવસમાં પોજીટીવ કેસમાં સતત થઇ રહેલ વધારો

બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા અગિયાર દિવસથી વકરેલું કોરોના વાઈરસનું સંક્રમણ અટકવાનું નામ લેતા પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં એક અઠવાડિયામાં ૧૧ લોકો કોરોનાની ઝપટમાં આવ્યા બાદ એક કોરોનાગ્રસ્ત યુવકના સંપર્કમાં આવવાથી તેની બહેન અને પાડોશી યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા ગામમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા ૧૩ પર પહોંચતા ગ્રામજનો હેબતાઈ ઉઠયા છે. જોકે ગઠામણમાં કોરોનાના કહેર વચ્ચે વધુ બે કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક ૨૦ પર પહોંચી જતા તંત્ર પણ હરકતમાં મુકાઈ જવા પામ્યું છે. ગઠામણમાં કોરોનાના પ્રથમ દર્દીના સંપર્કમાં આવેલ જયંતીભાઈ પરમાર નામનો શ્રમિક યુવક કોરોનામાં સપડાયો હતો અને તેના સંક્રમણમાં આવવાથી તેની ૨૮ વર્ષીય બહેન વર્ષાબહેન મહેશભાઈ પરમાર અને પાડોશી ૪૫ વર્ષીય યુવક જયંતીભાઈ મોતીભાઈ પરનારનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ફફડાટ ફેલાયો છે.

(5:48 pm IST)