Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

મહેસાણામાં શીતળ પાણી આપતા માટલાના વેપારમાં થયો ઘટાડો: પડી લોકડાઉનની અસર

મહેસાણા:હાઈવે ઉપર નાગલપુર કોલેજ નજીક બે દાયકાથી ઉનાળાની ઋતુ શરૃ થાય તે પહેલા પાટણના વહેલોળા ગામથી પરિવાર સાથે આવીને માટલાનો ધંધો કરતા પ્રજાપતિ ગાંડાભાઈ ચમનભાઈની મનોવ્યથા દુખદાયક છેબાર મહિનાના રોટલા એક સિઝનમાં કમાઈ લેતા ગાંડાભાઈને વખતે લોકડાઉનનો માર પડયો છે. લાખો રૃપિયાની મૂડીનું રોકાણ કરીને તેઓ ત્રણ પ્રકારના ચકલીવાળા, સાદા માટીના માટલાઓ લઈને બેઠા છે. પરંતુ કોરોનાના ફફડાટને કારણે લોકો ઘરની બહાર નીકળતા હોવાથી રોજ માંડ બે-ત્રણ માટલાઓ વેચાય છે. આવક હોવાથી હાલ તો તેઓને મકાનનું ભાડુ ચુકવવું પણ મુશ્કેલ બન્યું છે. ગ્રાહકો હોવાથી દિવસભર ખાટલો ઢાળી નીંદર માણ્યા સિવાય છૂટકો નથી. તેમનું કહેવું છે કે અગાઉ દરેક ઉનાળામાં દૈનિક ૨૦થી વધુ માટલાઓ લોકો ખરીદી કરીને લઈ જતા હતા. પરંતુ લોકડાઉન હોવાથી સિઝન હોવાછતાં અત્યારે રોજ માંડ બે માટલાઓ વેચાય છે. જેના લીધે પરિવારનું ગુજરાન ચલાવવાની ચિંતા થાય છે. નોંધપાત્ર છે કે ઉત્તર ગુજરાતમાં માટીના માટલાઓનું કારીગરો દ્વારા ઉત્પાદન પણ કરવામાં આવે છે અને તૈયાર થયેલા માટલાઓ શહેરો અને ગામડાઓમાં વેચાણ કરવા ઠેર-ઠેર જાહેર સ્થળોએ ટેન્ટ લગાવી તેો આજીવિકા મેળવતા હોય છે.

(5:47 pm IST)