Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

દુકાળમાં અધિકમાસ વેલો:ગાંધીનગર જિલ્લામાં લોકડાઉનની સ્થિતિમાં દૂધ છાશના 16 કેરેટની ચોરી થતા લોકોને મુશ્કેલી: સીસીટીવીના આધારે તપાસ હાથ ધરાઈ

ગાંધીનગર:જિલ્લામાં હાલ લોકડાઉનની સ્થિતિ છે ત્યારે દૂધ દહીં ચોરી થયાનો કિસ્સો બન્યો છે. કુડાસણમાં આવેલી અક્ષત હેવન વસાહતમાં પાર્લર આગળથી રીક્ષામાં આવેલો શખ્સ દૂધ-દહીં અને છાશના ૧૬ કેરેટ ચોરીને પલાયન થઈ ગયો હતો. જે અંગે દુકાન માલિકે ઈન્ફોસીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે શખ્સની શોધખોળ શરૂ કરી છે. જો કે અંધારૂ હોવાથી રીક્ષાનો નંબર સીસીટીવીમાં દેખાતો નથી.   

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે ગાંધીનગર જિલ્લામાં પણ પોલીસ તેનું પાલન કરવા માટે પેટ્રોલીંગ કરી રહી છે ત્યારે આવા સંજોગોમાં પણ આવશ્યક ચીજવસ્તુઓની ચોરી કરતાં લોકો સક્રિય થઈ ગયા છે.ત્યારે કુડાસણના અક્ષત હેવન કોમ્પ્લેક્ષ ખાતે દેવકી પાર્લર ચલાવતાં બાબુજી ગોપાલજી વિહોલ આજે વહેલી સવારે તેમના પાર્લર ઉપર પહોંચ્યા હતા

(5:47 pm IST)