Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કઠલાલમાં લોકડાઉનની આડમાં પાન-બીડી તમાકુનું ગેરકાયદે વેચાણ કરનાર વેપારીને ઝડપી પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

કઠલાલ:શહેરમાં આવેલ વ્હોરવાડામાં પાન-બિડી તમાકુ વેચતા વેપારી સામે કઠલાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.તો વળી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવી છે.

કઠલાલ શહેરના વ્હોરવાડમાં રહેતા ફિરોજભાઇ મનસુખભાઇ વ્હોરા પોતાના ઘેર પાન-બિડી તમાકુની બનાવટોના વેચાણ કરતા હતા. જે અંગેની માહિતી સ્થાનિક પોલીસ કર્મચારીઓને મળતા  પોલીસ ફિરોજભાઇ વ્હોરાના ઘરે રેડ પાડી હતી. સમયે ફિરોઝભાઇ પોતાના ઘરે પાનબીડી, મસાલા, વિમલની પડીકી,તમ્બાકુની પડીકી તથા બીડી, ચૂનાના પાઉચ જેવી ચીજવસ્તુઓનુ વેચાણ કરતા રંગેહાથ ઝડપી પાડયા હતા.રકેડ દરમ્યાન પોલીસે રૃા.૧૦,૪૫૫નો મુદ્દામાલ જપ્ત કરી ફિરોજભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:45 pm IST)