Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

વડોદરામાં લોકડાઉનનો લાભ: પ્રદુષણ ઓછું થતા એક મહિનામાં હવાની ગુણવતા 25 ટકા સુધરી

વડોદરા: લોકડાઉનનના પગલે વડોદરાના પ્રદુષણમાં ઘટાડો થયો છે અને હવાની  ગુણવત્તા પણ સુધરી છે.એક મહિનામાં વડોદરાના પ્રદુષણમાં લગભગ ૨૬ ટકા સુધીનો ઘટાડો થયો હોવાનુ આંકડા પરથી જણાઈ રહ્યુ છે.

વડોદરા શહેરના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ અલગ અલગ સાત વિસ્તારમાં પ્રદુષણ માપવા માટેના ડિવાઈસ ગોઠવવામાં આવ્યા છે. સાત સ્થળોએ કાર્બન મોનોક્સાઈડ, પીએમ ૧૦, પીએમ . ફાઈવ, સલ્ફર ઓકસાઈડ, નાઈડ્રોજન ઓક્સાઈડ અને ઓઝોનનુ પ્રમાણ માપવામાં આવે છે.જેના આધારે હવાની ગુણવત્તા એટલે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ નક્કી થાય છે. આંકડા પ્રમાણે એમ.એસ.યુનિવર્સિટીના એન્વાયર્મેન્ટ સાયન્સ વિભાગના અધ્યાપક ડો.બબલુ પ્રસાદનુ કહેવુ છે કે, લોકડાઉન લાગુ થયુ તે પહેલા ૧૩ માર્ચે વડોદરાનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૪૪. હતો.જ્યારે ૨૧ એપ્રિલના આંકડા પ્રમાણે વડોદરાનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૦૬. છે.આમ હવાની ગુણવત્તામાં ૨૬ ટકા જેટલો સુધારો એક મહિનાના સમયગાળામાં જોવા મળ્યો છે.જે નોંધપાત્ર કહી શકાય.ખાસ કરીને ધુળના રજકણોનુ અને વાહનો તેમજ ઉદ્યોગના પ્રદુષણમાં થયેલા ઘટાડાના પગલે વડોદરાની હવા શુધ્ધ બની છે તેવુ દેખાય છે અને આપણે તેનો અનુભવ પણ કરી રહ્યા છે.

(5:44 pm IST)