Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

વડોદરામાં લોકડાઉનના સમય દરમ્યાન સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ મુકનાર ગોરવાના યુવકની ધરપકડ કરી પોલીસે ગુનો દાખલ કર્યો

વડોદરા: લોકડાઉનના સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયા ઉપર ઉશ્કેરણીજનક અને ધાર્મિક લાગણી દુભાવતા પોસ્ટ મૂકનાર સામે સાયબર સેલની ઝુંબેશ ચાલી રહી છે.ગઈકાલે પોલીસ વિભાગમાં વૈમનસ્ય પેદા થાય તેવી પોસ્ટ મૂકનાર અમદાવાદના ઓઢવ વિસ્તારના યુવક સામે સાયબર સેલ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. પ્રમાણે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન થાય તેમજ લોકોની ધાર્મિક લાગણી દુભાય અને ઉશ્કેરણી થાય તેવી ફેસબુક ઉપર મુકાતા સાયબર સેલે તપાસ કરી હતી.

સાયબર સેલે પોસ્ટ મૂકનાર ગોરવા પોલીસ સ્ટેશન પાસે રહેતા સાજીદ શેખ નામના યુવક સામે ગુનો નોધી ધરપકડ કરી લીધી છે. પકડાયેલો યુવક છાણી પીવીઆર ઉપર આવેલી પિઝા રેસ્ટોરન્ટમાં કામ કરતો હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે.

(5:39 pm IST)