Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

અમદાવાદના નવરંગપુરામાં જૈન દેરાસરમાં દર્શન કરવાના હેતુથી જઈ રહેલ ચાર અજાણ્યા શખ્સોને ઝડપી પોલીસે જાહેરનામાનો ગુનો દાખલ કર્યો

અમદાવાદ: નવરંગપુરા પોલીસ લોકડાઉન દરમિયાન પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે કોઈએ વોટ્સએપ વિડીયો પોલીસ કંટ્રોલરૃમમાં મોકલ્યો હતો. જેમાં કેટલાક શખ્સો નવરંગપુરા ચાર રસ્તા પાસે આવેલા જૈન દેરાસર ખાતે ભેગા થઈને દર્શન કરતા હોવાનું જણાવ્યું હતું. જેને આધારે પોલીસે ત્રણથી ચાર અજાણ્યા શખ્સો સામે જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય બનાવમાં નવરંગપુરમાં મીઠાખળી ચાર રસ્તા પાસે રાજતિલક ફ્લેટની ગલીમાં કેટલાક શખ્સો ક્રિકેટ રમતા હોવાનો ફોટો કોઈએ પોલીસ કંટ્રોલરૃમમાં મોકલ્યો હતો. જેને આધારે નવરંગપુરા પોલીસે  ઘટનાસ્થળે જઈને તપાસ કરી બે શક્સોની ધરપકડ કરી હતી. જેમાં નવરંગપુરામાં રાજતિલક ફ્લેટમાં રહેતા સન્ની જે.અદાણી)૩૩) અને ફ્લેટમાં રહેતા ભાવિક .શાહ(૪૦)નો સમાવેશ થાય છે. પોલીસે તેમની વિરૃધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

(5:38 pm IST)