Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

અમદાવાદ:લોકડાઉનના કડક અમલ વચ્ચે પણ રિવરફ્રન્ટ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા તંત્ર વધુ એલર્ટ બન્યું

અમદાવાદ: શહેરમા કોરાના રોગચાળાના કારણે લોક ડાઉન તથા શહેરના કોટ વિસ્તારમાં કરફ્યુંનો નાંખવામાં આવ્યોે છે. કલમ ૧૪૪   અને    લોકડાઉનના કાયદાનો કડક અમલ કરવા પોલીસ દ્વારા ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે અને ચારથી વધારે લોકો સોસાયટીમાં કે પછી ધાબા પર ભેગા થયા હોય તો તેમની સામે ગુનો નોધીને ધરપકડ કરવામાં આવી રહી  છે અને રાઉન્ડ કલોક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યેો છે ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવતું હોવાના પણ દાવા કરવામાં આવી રહ્યા છે

તેેવા સંજોગોમાં  દિવસ દરમિયાન રિવરફ્રન્ટ પર આવતા જતા વાહનોનું ચેકિંગ કરવામાં આવતુ હોય છે, પરંતુ આજ રિવરફ્રન્ટ ઉપર  વહેલી સવારે બેંરોકટોક વાહનો દોડી રહ્યા છે. એટલું નહી એટલા વધા વાહનો દોડી રહ્યા છે કે ટ્રાફિક ચકક્જામ થઇ જવા પામ્યો હતો. આજે સોશિયલ મિડિયામાં વાઇરલ થયેલા વિડિયોમાં વહેલી સવારે રિવરફ્રન્ટ ઉપર ફોર વ્હીલ ટુ વ્હીલર અને રિક્ષાઓ સહિતના વાહનોની લાઇનો લાગી હતી ટ્રાફિક જામ થયો હોવાથી સાઇડ માગવા માટે વાહન ચાલકો હોર્ન મારી રહ્યા છે, આશ્ચર્યની વાત તો છે કે ૨૪ કલાક પેટ્રોલિંગના દાવા કરવારની એક પણ  પોલીસ ફરકી હતી.

(5:37 pm IST)