Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ભૌતિકશાસ્ત્ર ભવન-ગુજરાત સાયન્સ અકાદમીના સંયુકત ઉપક્રમે તા. ર૬ થી રાષ્ટ્રીય કક્ષાનો વેબ બેઇઝ સેમીનાર

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઉદ્ઘાટનઃ યુવા સંશોધકો જોડાશે

રાજકોટ, તા. ર૪ :  વિશ્વભરમાં ચાલતી કોરોના મહામારીમાં લોકડાઉનના સમયનો સદ્ઉપયોગ થાય અને દેશભરનાં યુવા સંશોધકો ઘરે બેઠા જ્ઞાનનો લાભ મેળવી શકે તે માટે ભૌતિકશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજયકક્ષાની ગુજરાત સાયન્સ અકાદમી (જી.એસ.એ.) તથા એસેન્સટેકનાં સંયુકત ઉપક્રમે નૂતન પ્રયોગ શરૂ કરાયેલ છે. જેના ભાગરૂપે ''અનુસંધાન''  રિસર્ચ મેથોડોલોજી એન્ડ ફ્રન્ટીયર ઇન સાયન્સ વિષયક ચાર દિવસીય રાષ્ટ્રીય કક્ષાનાં વેબબેઇઝ સેમીનાર (વેબીનાર)નું નિઃશુલ્ક આયોજન તા. ર૬ થી ર૯ એપ્રિલ-ર૦ર૦ સવારે ૯ થી ૧ર ''ઓનલાઇન'' કરવામાં આવેલ છે.

જેમાં વિશ્વનાં પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો અને તજજ્ઞ પ્રોફેસરો મારફત દેશભરમાં યુવા છાત્રો યુ. જી., પી. જી., એમ. ફીલ, પીએચડી, ફેકલ્ટી, વૈજ્ઞાનિકોને રિસર્ચ મેથોડોલોજી અને વિજ્ઞાનનાં રસપ્રદ વિવિધ આયામો ઉપર વ્યાખ્યાન અને પ્રશ્નોતરીનું  આયોજન કરાયેલ છે. વેબીનારનાં આયોજનમાં દેશ-વિદેશનાં ૭૦૦ જેટલાં સંશોધકોએ રજિસ્ટ્રેશન કરાવેલ છે. જેમાં ર૦ રાજયો, પ કેન્દ્રશાસિત પ્રદેશો અને અમેરિકા-નેપાળનાં સંશોધકોનો સમાવેશ થાય છે. આ વેબીનારનો લાભ મહત્તમ સંશોધકોને મળી રહે તે માટે યુ-ટયુબ, ફેઇસ બુક લાઇવની સાથે ઝૂમ અને અન્ય એપ્લીકેશનોનાં સંકલનથી ૧પ૦૦ જેટલાં સંશોધકો જોડાવાનાં છે.

વિજ્ઞાન વિષયનંા અનુસંધાન વેબીનારનાં નૂતન પ્રયોગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડો. મેહુલભાઇ રૂપાણી, ગુજરાત સાયન્સ અકાદમીનાં પ્રમુખ પ્રો. પંકજભાઇ જોશી, ઉપપ્રમુખ ડો. પંકજભાઇ ગજ્જર, પ્રો. મીહીરભાઇ જોશી, મંત્રી ડો. નયનભાઇ જૈન, જી. એસ. એ. નાં એડીશનલ સેક્રેટરી પ્રો. તુષારભાઇ પંડયા, કાર્યક્રમનાં કો-ઓર્ડીનેટર્સ પ્રો. નિકેશભાઇ શાહ, ચિંતનભાઇ પંચાસરા, હર્ષલભાઇ સંઘવી વગેરે સંશોધકોને પ્રોત્સાહીત કરવા ઓનલાઇન જોડાવાના છે.

અનુસંધાન રિસર્ચ મેથોડોલોજી એન્ડ ફ્રન્ટીયર ઇન સાયન્સ વિષયક  વેબીનારમાં દેશનાં ખ્યાતનામ આંતર રાષ્ટ્રીય કોસ્મોલોજીસ્ટ પ્રો. પંકજભાઇ એસ. જોશી (પ્રોવોસ્ટ, ચારૂસેટ, ચાંગા) હાઉ ટુ ડુ ગુડ રિસર્ચ?, જાણીતા જીયોલોજીસ્ટ પ્રો. મહેશ જી. ઠકકર (પ્રોફેસર એન્ડ હેડ, અર્થ એન્ડ એનવાયમેન્ટ સાયન્સ, ભુજ), અર્થ એસ. એ. ડાનેમિક પ્લેનેટ, વૈજ્ઞાનિક ડો. પવન કુલરીયા, (વૈજ્ઞાનિક, આઇ. યુ. એસ. સી. - ન્યુ દિલ્હી, નેશનલ ફેલીસીટી એન્ડ ફંડીગ ઓર્પોચ્યુનીટી ફોર મટીરીયલ્સ સાયન્સ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભૌતિક શાસ્ત્ર ભવનનાં પૂર્વ વડા પ્રો. હીરેન જોષી, ફંડામેન્ટલ ઓફ મોસબાર સ્પ્રેકટ્રોસ્કોપી, વિષયક આયમો ઉપર સંશોધકોને વ્યાખ્યાન આપશે તથા ભાગ લેનાર સંશોધકો, સાથે પ્રશ્નાવલી કાર્યક્રમ જ્ઞાનનાં આદાન-પ્રદાનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.

યુનિવર્સિટીનાં વિજ્ઞાન વિદ્યાશાખાનાં ડીન ડો. મેહુલભાઇ રૂપાણી, અધર ધેન ડીન ડો. ગીરીશભાઇ ભીમાણી અને ભવનનાં અધ્યક્ષનાં માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવ વેબીનારનાં કો-ઓર્ડીનેટર્સ પ્રો. નિકેશભાઇ શાહ, ચિંતનભાઇ પંચાસરા, પ્રો. નયનભાઇ જૈન, અને પ્રો.તુષારભાઇ પંડયા કસેન્ટઝેવીયર્સ કોલેજ-અમદાવાદ) જણાવે છે કે માત્ર ર૪ કલાકમાં દેશ-વિદેશમાંથી અભૂતપૂર્વ સપોર્ટ સંશોધકો મારફત મળી રહ્યો છે.

વેબીનારનાં આયોજનને સફળ બનાવવા વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડો. મેહુલભાઇ રૂપાણી તથા જી.એસ.એ.ના પ્રમુખ જોષી, મંત્રી જૈનના માર્ગદર્શન હેઠળ પ્રો.મિહીર જોષી, પ્રો.નિકેશભાઇ શાહ, ચિંતનભાઇ પંચાસરા, હર્ષલભાઇ સંઘવી, ડો. પિયુષ સોલંકી, ડો.કેવલ ગદાણી, કુશ વાછાણી, ભાર્ગવ રાજયગુરૂ, કુ.ભારાવી હીરપરા, દિવ્યરાજસિંહ ઝાલા, હાર્દિક ગોહીલ, કુ. હાર્દિક ગોસ્વામી, કુ.વિધી ધોકીયા વગેરે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

(4:05 pm IST)