Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

સોનિયા ગાંધી વિરૂધ્ધ નિવેદન બદલ જિલ્લાવાર કોંગીની ફરીયાદ

કોમી હિંસા ભડકાવવા પ્રયાસ, શિક્ષાત્મક ગુન્હો : અમીત ચાવડા

અમદાવાદ, તા. ર૪ :  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રિપબ્લીક ઇન્ડિયા ટીવીના સંપાદક અર્ણબ ગોસ્વામી વિરૂદ્ધ અમદાવાદમાં એફઆઇઆર નોંધાવી છે. તે જ રીતે ગુજરાતના દરેક જિલ્લા મથકે પણ અહેવાલો દાખલ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં પાલધર જિલ્લામાં ર સાધુઓની હત્યાના કેસમાં ગોસ્વામીએ તેમની ટીવી ચેનલના કાર્યક્રમમાં દેશની જનતાને ગેરમાર્ગે દોર્યાની ફરીયાદમાં આરોપ મુકયો છે. જાતિ, જન્મ સ્થળ, રહેવાની ભાષાના આધારે નફરત ફેલાવવી છોે. અર્ણબ પર આઇપીસીની વિવિધ કલમ હેઠળ કેસ નોંધવા માટે અરજ કરાઇ છે. સોનિયા ગાંધીના નામથી પાલધર લિંચિંગ કેસમાં ગોસ્વામીએ કેટલીક ટિપ્પણી કરી હતી, જેના પર કોંગ્રેસ વાંધો ઉઠાવ્યો હતો.

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમીત ચાવડાએ ટવીટ કરતા જણાવ્યું હતું કે અર્ણબ ગોસ્વામીએ મર્યાદાઓ ઓળંગીને કોંગ્રેસ અધ્યક્ષા ઉપર ટિપ્પણી કરીને તેની ગંદી માનસિકતાનું ઉદાહરણ દર્શાવેલ છે. મીડિયાની આડમાં પર વિપક્ષ નેતાઓને બદનામ કરવાનો એજન્ડા કયારેય સહન નહિ કરવામાં આવે.

સોશિયલ મીડિયા કોર્ડીનેટર હેમાંગ દ્વારા કરવામાં આવેલી આ ફરીયાદમાં આ એક ઓળખી શકાય તેવા અને શિક્ષા પાત્ર ગુનો છે.

લિંગલ સેલનાં અધ્યક્ષ શ્રી યોગેશભાઇ રવાણીના કાયદાકીય સલાહ સુચનથી આ ફરીયાદ કરવા પ્રદેશ અગ્રણી લાખાભાઇ રબારી અને એડવોકેટ મનીષા પરીખ પણ હાજર રહેલ.

એડિટર્સ ગિલ્ડ અને ન્યુઝ બ્રોડકાસ્ટર એસોસિએશન દ્વારા પણ એડિટર અને ચેનલ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અને આશા છે કે ચેનલના માલિક દ્વારા અર્ણબને રાજીનામું આપવાનું કહેવામાં આવશે. આજરોજ ઉપરોકત ફરીયાદ સમગ્ર ગુજરાત જિલ્લા મથકોએ પણ બહોળા પ્રમાણમાં કરીને સમાજમાં વૈમનસ્ય ફેલાવનાર ગુનાહિત તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા અરજ કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં #arrestarnabgoswami ટ્રેન્ડ દ્વારા ૧ લાખ ૪૦ હજારથી વધુ ટિવટ કરીને દેશના ટિવટર ઉપયોગકર્તાએ પણ અર્ણબ ગોસ્વામીને અરીસો બતાવ્યો હતો. તેમ હેમાંગ રાવલ જણાવે છે.

(4:05 pm IST)