Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ગુજરાતમાં કોરોનાના વધુ ટેસ્ટીંગ એટલે વધુ કેસ દેખાયા : ૪ર૩૮૪ ની તપાસ, ર૬ર૪ 'પોઝીટીવ'

કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથેની વિડીયો કોન્ફરન્સમાં સંવાદ કરતા નાયબ મુખ્યમંત્રી : કેન્દ્રની રેપીડ ટેસ્ટીંગ કીટનો ગઇકાલથી ઉપયોગ શરૂ : નીતિન પટેલ

ગાંધીનગર, તા. ર૪ : કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી ડો. હર્ષવર્ધને દેશમાં પ્રવર્તી રહેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે વિવિધ રાજયોના આરોગ્ય મંત્રીશ્રીઓ સાથે રાજય સરકારોએ લીધેલાં પગલાં અંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા આજે સમીક્ષા કરી હતી.

ડો. હર્ષવર્ધને કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના જંગ સામે તમામ રાજયો દ્વારા થઇ રહેલ કામગીરીને બિરદાવતાં કહ્યું કે, તમામ રાજયો છેલ્લા ચારેક મહિનાથી જે રીતે દિન-રાત સતત મહેનત કરી રહ્યા છે અને કોઈપણ પ્રકારની કસર છોડતા નથી તેના પરિણામે ભારતને કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા ચોક્કસ સફળતા મળી છે અને દેશને સંક્રમણના ત્રીજા તબક્કામાં પહોચવાથી બચાવી શકયા છીએ તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે જે વિસ્તારોમાં વધુ તકલીફ છે ત્યા કેન્દ્રની ટીમો મોકલીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે રાજય સરકાર દ્વારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લીધેલાં પગલાંઓ અને કરેલી કામગીરીની વિગતો આપતાં કહ્યું કે, કોરોનાવાયરસ ને સંક્રમણમાં ગુજરાત બીજા ક્રમે છે તે અંગે અમે સૌ ચિંતિત છીએ અને એટલે જ ઙ્ગઅમે પ્રોએકટીવલી કામ કરી રહ્યા છીએ અમદાવાદ અને સુરત શહેરમાં સંક્રમણનું પ્રમાણ ડબલ રેટમાં જોવા મળી રહ્યું છે તેનું મુખ્ય ને મુખ્ય કારણ રાજય સરકારે છેલ્લા અઠવાડિયામાં વધારે ટેસ્ટીંગની એગ્રેસીવ પોલીસી દ્વારા કલસ્ટર વિસ્તારમાં કરી છે તેના પરિણામે છે.રાજય સરકારે રાજયભરમાં અત્યાર સુધીમાં ૪૨,૩૮૪ ટેસ્ટ કર્યા છે જેમાં ૨૬૨૪ કેસ પોઝિટિવ આવ્યા છે તે તમામને સારવાર સહિતની આઈસોલેશનની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.રાજયમાં કોવિદ ને લગતી ડેઝીગ્નેટેડ હોસ્પિટલો,વેન્ટીલેટર તથા અન્ય સાધન સામગ્રી પણ પર્યાપ્ત પ્રમાણમાં ઉપલબ્ધ છે.નાયબ મુખ્ય મંત્રીશ્રીએ,રાજયના શહેરો અને નગરોમાં સેમ્પલ એકત્રિત કરવા માટે આરોગ્ય કર્મીઓ યુદ્ઘના ધોરણે કામગીરી કરી રહ્યા છે તેમને પણ સંક્રમણ ની અસર થઇ છે તેજ રીતે લોક ડાઉનના ચુસ્ત અમલ માટે પોલીસ કર્મીઓ પણ ખડેપગે ફરજ અદા કરી રહ્યા છે તેમને પણ સંક્રમણ ની અસર થઇ છે ત્યારે આરોગ્ય કર્મીઓ અને પોલીસ કર્મીઓને પણ ફરજના સ્થળે પીપીઈ કીટ અને અન્ય સુવિધાઓ કઈ રીતે પૂરી પાડવી તે અંગે પણ માર્ગદર્શન માગ્યું હતું તે સંદર્ભે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી એ પણ જરૂરી વ્યવસ્થાઓ કરવા તત્પરતા દર્શાવી હતી.

આ પ્રસંગે એન.એચ એમના ડાયરેકટર શ્રી જે.ડી.દેસાઇ, અધિક નિયામક આરોગ્ય શ્રી પ્રકાશ વાધેલા, શ્રી દિક્ષીત સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:03 pm IST)