Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

માર્કેટયાર્ડો અને ઉદ્યોગ ધમધમ્યાઃ ૯૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી

કોર્પોરેશન વિસ્તારોમાં પ૭૩ સરકારી કામો શરૂ : દૂધની માંગ વધી પણ પહોંચી વળાશે : અશ્વિનીકુમાર

ગાંધીનગર, તા., ૨૪: રાજયના મુખ્ય મંત્રીના સચિવ શ્રી અશ્વિનકુમારે સચિવાલય ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજયમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ પુરતા પ્રમાણમાં પ્રજાજનોને મળી હતી તેમણે રાજય સરકાર નાગરીક પુરવઠા વિભાગ દ્વારા પુરતી તૈયારીઓ કરવામાં આવી છે.

રાજય સરકાર દ્વારા રાજયના આરોગ્ય અને નાગરીક પુરવઠા વિભમાગ દ્વારા પ્રમાણમાં મળી રહે તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજય સરકાર આરોગ્ય સેવા માટે સંપુર્ણ સજ્જ છે.

રાજય સરકારના મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે પત્રકારોને વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે રાજયમાં ખાસ કરીને શહેરી વિસ્તારમાં લોકોને સરકારને સહકાર આપવા વિનંતી છે.

રાજયમાં માર્કેટ યાર્ડ પુરતા પ્રમાણમાં ચાલુ કરવામાં આવ્યા છે. નાના ઓદ્યોગિક એકમો પુરતા પ્રમાણમાં આવે તે માટે રાજય સરકાર તત્પર છે. જેના કારણે રાજયમાં આવેલ મહાનગર પાલિકા અને નગરપાલિકા સિવાયના ૯૮ વિસ્તારોમાં દસ્તાવેજની નોંધણી માટે કામગીરી ઓનલાઇન ચાલુ કરી છે. મહાનગરપાલિકામાં પ૭૩ જેટલા કામો ચાલુ રહ્યા છે. ર૦ હજાર કરતાં શ્રમિકો રોજી મેળવી રહ્યા છે.

રાજયમાં દુધની જરૂરીયાત વધારે થઇ રહી છે છતાં રાજય સરકારના વહીવટી તંત્ર દ્વારા કોઇ તકલીફ ન પડે તેમને પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજય સરકારના નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાજયના નાગરિકોને પુરતા પ્રમાણમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવશે. રાજય સરકારે લાભાર્થીના ખાતામાં પૈસા જમા કરવાની  જાહેરાત અંગે પુરતો અમલ કરવામાં આવી રહ્યો છે.

રાજય સરકાર પોતે કરેલ જાહેરાત માટે અમલવારી કરવા તૈયાર છે. ઉપરાંત રાજયના નાગરિકો દ્વારા આવતી ફરીયાદોને નિકાલ કરવા રાજય સરકાર તત્પર છે. અને ઝડપથી કોરોનાનો સામનો કરી રાષ્ટ્ર સુરક્ષિત રહે તેવી સૌની લાગણી છે.

(3:55 pm IST)