Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

રાજયમાં કલસ્ટર - કન્ટેનમેન્ટ વિસ્તારો - લેબર કેમ્પસમાં રહેતી સગર્ભા - પ્રસુતા બહેનોના કોવિડ -૧૯ ટેસ્ટ કરાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો સગર્ભા-પ્રસુતા બહેનોની આરોગ્ય સંભાળનો સંવેદનશીલ નિર્ણયઃ અગ્રસચિવની જાહેરાત : રાજયમાં કોરોના વાયરસના ટેસ્ટની સંખ્યા ઉત્ત્।રોત્ત્।ર વધી છે : તા.૧ એપ્રિલથી તા. ર૩ એપ્રિલ સુધી દરરોજના ૧૦૦ થી શરૂ થઇ રોજના ૩ હજાર ટેસ્ટ કરવામાં આવ્યા : એક જ દિવસમાં ટેસ્ટ રિપોર્ટ આવી જાય તેવું ક્ષમતા નિર્માણ કર્યુ છે : રોજની ૩ હજાર ટેસ્ટની ક્ષમતા સાથે રાજયમાં ૧પ સરકારી ૪ ખાનગી લેબોરેટરી કાર્યરત : ગાંધીનગર સરકારી મેડીકલ કોલેજમાં ટેસ્ટીંગ લેબોરેટરી શરૂ કરવા ICMR મંજુરી મળી : રેપિડ એન્ટી બોડી ટેસ્ટ કિટથી રાજયના ૩૦ જિલ્લાઓમાં સર્વેલન્સ ટેસ્ટ શરૂ કરી દેવાર્યાં

રાજકોટ, તા., ર૪: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસની સ્થિતીમાં રાજયની પ્રસુતા-સગર્ભા મહિલાઓના સુઆરોગ્ય માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડાઙ્ખ. જયંતી રવિએ પ્રચાર માધ્યમો સમક્ષ આ અંગેની વિગતો આપી હતી.

તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય વિભાગને દિશાનિર્દેશો આપ્યા છે કે, રાજયમાં કલસ્ટર કન્ટેનમેન્ટ વિસ્તારોમાં તેમજ શ્રમિકો માટે ચલાવવામાં આવતા લેબર કેમ્પમાં રહેતી સગર્ભા બહેનો તથા હોટસ્પોટ જિલ્લાઓના કેન્દ્રોમાંથી ખસેડવામાં આવેલી આવી બહેનો જેમને પ્રસવ પીડા હોય કે આગામી પાંચ દિવસોમાં પ્રસુતિ થવાની હોય તેવી બહેનો બિમારીના કોઇ લક્ષણો ધરાવતી ન હોય તો પણ પ્રસુતા આરોગ્ય સંભાળની તકેદારી રુપે આવી બહેનોના કોવિડ-૧૯ તપાસણી ટેસ્ટ કરવામાં આવે.

તેમણે ઉમેર્યુ કે, આવા ટેસ્ટ ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ ત્ઘ્પ્ય્દ્ગક ગાઇડલાઇન્સ મુજબ કરવામાં આવશે.ઙ્ગ

આરોગ્ય અગ્ર સચિવે રાજયમાં કોરોના ટેસ્ટની સંખ્યા ઉત્ત્।રોત્ત્।ર વધારવામાં આવી છે તેની અન્ય વિગતો પણ પ્રચાર માધ્યમોને આપી હતી.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે તા. ૧ એપ્રિલના રોજના ૧૦૦ ટેસ્ટથી શરૂ કરીને તા. ૨૩ એપ્રિલ સુધીમાં રોજના ૨૯૬૩ ટેસ્ટ કરવામાં આવેલા છે.

તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજયમાં દરેક જિલ્લાના નાગરિકોને આવા ટેસ્ટથી આવરી લઈ કોરોનાનો વ્યાપ અટકાવવા અપનાવેલા વ્યૂહને પગલે રાજયના બધા જિલ્લાઓમાંથી ૧૦૦-૧૦૦ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવતા એક જ દિવસમાં ૪૨૧૨ ટેસ્ટ પણ થયેલા છે.

રાજયમાં આવા ટેસ્ટ માટે ૧૫ સરકારી અને ૪ ખાનગી મળીને ૧૯ લેબોરેટરી દરરોજના કુલ ૩૦૦૦ ટેસ્ટની ક્ષમતા સાથે કાર્યરત છે.

આ લેબોરેટરીમાં કરવામાં આવતા ટેસ્ટના રિપોર્ટ એક જ દિવસમાં આવી જાય તેવું ક્ષમતા નિર્માણ પણ કરવામાં આવ્યું છે એમ ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા વધુ ૧ લેબ ગાંધીનગર સરકારી મેડિકલ કોલેજ ખાતે શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

આરોગ્ય અગ્ર સચિવે ઉમેર્યુ કે રાજયમાં કોરોના અંગેના ટેસ્ટ પૂર્વે પ્રારંભિક લક્ષણો ધરાવતા વ્યકિતઓને ત્વરાએ શોધી શકાય તે માટે રેપિડ એન્ટી બોડી ટેસ્ટ કીટનો પણ વ્યાપક ઉપયોગ કરીને રાજયના ૩૦ જેટલા જિલ્લામાં આવા સર્વેલન્સ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે.

આવી ૨૪ હજાર કીટ ભારત સરકાર તરફથી ગુજરાતને આપવામાં આવી છે એમ તેમણે ઉમેર્યુ હતું.

(3:52 pm IST)