Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

અમદાવાદમાં ૧૨૦૦ બેડની સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે જંગ : ૧૧૨૫ યોધ્ધાઓ અવિરત ખડેપગે

ગાંધીનગર તા. ૨૪ : કોવિડ-૧૯ વાયરસની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધુ છે. આ રોગને નાથવા રાજય પ્રશાસન સતત કાર્યરત છે. અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોવોડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આખા રાજયમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે. આ દર્દીઓની સેવામાં ત્રણ પાળીમાં અંદાજે ૧૧૨૫ યોધ્ધાઓ ૨૪*૭ ખડેપગે અને અવિરત સેવા બજાવે છે.ઙ્ગ

આ હોસ્પિટલના સુચારુ સસંચાલન માટે હોસ્પિટલની ડીન તરીકે ઙ્ગમૈત્રેય ગજ્જરને જવાબદારી સોંપવામાં આવી છે.  ડો. ગજ્જર કહે છે કે, અહીં અત્રે ૬૫૭ દર્દીઓ દાખલ છે તે પૈકી ૫૨૯ દર્દીઓ પોઝીટીવ છે અને ૧૨૯ દર્દીઓના ટેસ્ટ કરાઈ ચુકયા છે પરંતુ તેમના રીઝલ્ટ આવવાના બાકી છે. આ દર્દીઓમાં ૨૬૮ પુરુષ દર્દીઓ અને ૨૪૯ મહિલા દર્દીઓ છે. તો તેમાં ૨૩ ફિમેલ ચાઈલ્ડ અને ૧૭ મેલ ચાઈલ્ડ દર્દીઓનો સમાવેશ થાય છે. ૭ દર્દીઓ વેન્ટીલેટર પર છે, ૨૭ દર્દીઓ ઓકિસજન પર છે અને ૬૨૩ દર્દીઓ નોર્મલ ટ્રીટમેન્ટ મેળવી રહ્યા છે. ઙ્ગમહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારના માર્ગદર્શન હેઠળ આર્થિક બાબતોના સચિવ શ્રી મિલિન્દ તોરવણે અને આરોગ્ય કમિશ્નર ઙ્ગશ્રી જયપ્રકાશ શીવહરે સીધી દેખરેખ રાખી રહ્યા છે.ઙ્ગ

હોસ્પિટલના આર.એમ.ઓ ડો. સંજય સોલંકી કહે છે કે, ઙ્ગઅહીં પ્રત્યેક પાળીમાં ૨૩ ડોકટર, ૧૦૪ નર્સ, ૧૧ પેરામોડિકલ સ્ટાફ અને ૨૩૪ વર્ગ-૪ના સેવકો અત્યંત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. એ રીતે ૧૧૨૫ લોકો પોતાના ઘર-પરિવારની ચિંતા કર્યા વિના અહીં ફરજ બજાવે છે.ઙ્ગ આ યોધ્ધાઓ,  નથી તેમના ઘરની ચિંતા કરતા કે નથી તેમના પરિવારની ચિંતા કરતા... એમને મન તો બસ કોરોના દર્દીઓની સેવા જ મુળ મંત્ર છે.ઙ્ગ

અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં ખાસ 'કલીન રૂમ' કાર્યન્વિત કરાયો છે. જે પરિવારમાં માતા-પિતા બન્ને કોરોના પોઝીટીવ હોય અને તેમના નાના બાળકો હોય અને કોઈ રાખનાર કે સંભાળ લેનાર ન હોય તો તેવા બાળકોને અહીંનો નર્સીંગ સ્ટાફ 'માતા' બનીને સાચવે છે. ઙ્ગઆ 'કલીન રૂમ'માં હાલ ૫ બાળકો છે જેઓ ૫ થી ૧૦ વર્ષની વય જૂથના છે અને એક બાળક તો માત્ર દોઢ વર્ષનું છે... આ ઙ્ગબાળકોને સેરેલેક પાવડરથી માંડીને જેં કંઈ જરૂરી હોય તે અપાય છે. ઙ્ગઆ બાળકો માટે ખાસ ઙ્ગ'એટેન્ડન્ટ' પણ રખાયા છે.ઙ્ગ

જે દર્દીઓ દાખલ થયા હોય ત્યાં દર્દીના કોઈ પણ સગાને ચેપ ન લાગે એટલે સલામતી માટે જ વોર્ડમાં ઙ્ગપ્રવેશ અપાતો ઙ્ગનથી...કોઈ ખાસ કિસ્સામાં જરૂર હોય કે દર્દીની લાગણી અને માંગણી હોયકે દર્દી વેન્ટીલેટર પર હોય કે પ્રોસીજર જરૂરી હોય ઙ્ગતેવા કિસ્સામાં એક સગાને રક્ષાત્મક સાધનો સાથે જવાની મંજૂરી અપાય છે અને અન્ય કિસ્સાઓમાં નજીક એક વિશાળ ડોમ બનાવાયો છે ત્યાં તમામ સહાઓને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પણ હોસ્પિટલનો સ્ટાફ તહેનાત કરાયો છે જેમને હોસ્પિટલ તરફથી મોબાઈલ અપાયા છે. જેના દ્વારા દર્દી તેમના સગા સાથે વિડીયો કોલીંગથી વાત કરી શકે છે... આ માટે ૫૦ જેટલા મોબાઈલની વ્યવસ્થા કરાઈ છે.

(3:50 pm IST)