Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

આઈ.આઈ.ટી. રામ પરિવારે બનાવ્યુ સસ્તુ અને સારૂ સેનીટાઈઝેશન સ્ટેશન

રાજકોટઃ સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે જંગ ખેલી રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં તેના સૌથી વધુ દર્દીઓ નોંધાયા છે ત્યારે આ રોગથી બચવા સોશ્યલ ડીસ્ટન્સીંગ અને સેનીટાઈઝેશન મહત્વના છે. અમદાવાદના મણિનગરમાં ખોખરા સર્કલ પાસે આવેલ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ફ્રાસ્ટ્રકચર ટેકનોલોજી રીસર્ચ એન્ડ મેનેજમેન્ટ (આઈ.આઈ.ટી. રામ)ના પ્રોફેસર ડો. કુમાર અભિષેક અને પ્રથમ વર્ષના વિદ્યાર્થી જીનય શાહએ ઓછી કિંમતનું સેનીટાઈઝેશન સ્ટેશન બનાવ્યુ છે. તેનુ સંચાલન વેકયુમ કલીનર આધારિત છે. નજીકમાં ૧૫૦૦ ફલેટસ ધરાવતી પરિષ્કાર સોસાયટીના લોકો અને સ્ટાફ માટે આ મશીન ખૂબ ઉપયોગી થયુ છે. સોસાયટીના લોકો તેમજ આઈ.આઈ.ટી. રામના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર ડો. મીરા વસાણીએ સમયની માંગ મુજબ કોઠાસૂઝથી સમાજ ઉપયોગી સુવિધા નિર્માણ કરનાર પ્રોફેસર અને વિદ્યાર્થીને અભિનંદન આપ્યા છે.

(3:42 pm IST)