Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ગામમાંથી બહાર નોકરી પર જતા લોકોને રોકી શકાશે નહીં : સરપંચ પાસે નથી પાવર

મજૂરોને કનડગત થતી હોવાની પણ અનેક ફરિયાદો બાદ તમામ જિલ્લાના કલેકટરને પરિપત્ર પાઠવ્યો

અમદાવાદ, તા. ર૪ :  કોરોના વાયરસના કારણે ભારતમાં અને ગુજરાતમાં ૪૦ દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉન ૨.૦ ગુજરાતમાં પણ અમુક ઔદ્યોગિક એકમોને છૂટ આપવામાં આવી છે. જેમાં શહેરના બહારી વિસ્તારોમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં કામ ધંધાને છૂટ આપવામાં આવી છે. જો કે, આ છૂટમાં મજૂરોને કનડગત થતી હોવાની પણ અનેક ફરિયાદો આવી રહી છે.

ઙ્ગ લોકડાઉન હોવાના કારણે અને ખાસ તો કોરોનાના ચેપ ન લાગે તે માટે છૂટ મળેલી આવા ઔદ્યોગિક એકમોમાં કામ કરવા માટે જતાં આજૂબાજૂના ગામના વિસ્તારોમાંથી આવતા મજૂરોને ગામમાંથી બહાર જવા તથાં કામ કરી પાછા આવતા મજૂરોને ગામમાં પ્રવેશવાને લઈ રકઝક થતી હોવાની ફરિયાદો આવતા તંત્ર હરકતમાં આવ્યુ છે. આ માટે રાજયના તમામ જિલ્લાના કલેકટરને પરિપત્ર પાઠવી જાણ કરવામાં આવી છે.

(3:30 pm IST)