Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

લક્ષણ હોય કે ન હોય, પ્રસુતિ એકદમ નજીક હોય તો કોરોનાની તપાસ કરાશે

શ્રમિક અને કલ્સ્ટર કન્ટેનમેન્ટ વિસ્તારની સગર્ભાઓ માટે નિર્ણય

ગાંધીનગર, તા.૨૪: મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં  સગર્ભા માતાઓ બહેનો પ્રત્યે આગવી સંવેદના દર્શાવતા એક મહત્વપૂર્ણ આરોગ્ય લક્ષી નિર્ણય કર્યો છે.

આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ ઙ્ગમુખ્ય મંત્રીશ્રીના આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે ઙ્ગરાજયમાં કલસ્ટર કન્ટેનમેંટ વિસ્તારોમાં તેમજ શ્રમિકો માટે ચલાવવામાં આવતા લેબર કેમ્પસ માં રહેતી હોય તેવી સગર્ભા બહેનો અને હોટ સ્પોટ જિલ્લાઓના કેન્દ્રોમાંથી ખસેડવામાં આવેલી આવી બહેનો જેમને પ્રસવ પીડા હોય કે આગામી પાંચ દિવસમાં પ્રસૂતિ થવાની હોય તેવી બહેનો કોઈ બીમારી લક્ષણો ધરાવતી ના હોય તો પણ આવી બહેનો ના કોવિડ ૧૯ તપાસણી ટેસ્ટ આઇ. સી .એમ .આરની ગાઈડ લાઈન મુજબ કરવામાં આવશે.

(3:53 pm IST)