Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

- તો અમદાવાદમાં ૧૫ મેં સુધી ૫૦ હજાર કેસ થઇ શકે

હાલમાં ચાર દિવસે કેસ ડબલ થાય છે, હજુ કઠોર પગલા લેવાની જરૂર છે, પ્રજા સહકાર આપશે તો ૫૦ હજાર કેસ સુધી સિમિત રહીશું: વિજય નેહરા

અમદાવાદઃ તા.૨૪, ગુજરાત રાજય દેશમાં કોરોના મામલે બીજા નંબરે છે જયારે અમદાવાદ ગુજરાતમાં નંબર વન છે. આજે મ્યુ. કમિશનર વિજય નેહરાએ ભરેલી પત્રકાર પરિષદમાં તેમણે મોટુ નિવેદન આપતા જણાવ્યું હતુ કે, અમદાવાદમાં ૧૫ મે સુધીમાં ૫૦ હજાર કેસ થઇ શકે છે.

 અમદાવાદમાં ચાર દિવસે કેસ ડબલ થાય છે-: આપણે હજુ પણ કઠોર પગલા લેવાની જરૂર છેઃ જો પ્રજા સહકાર આપશે તો ૫૦ હજાર કેસ સુધી સિમિત રહીશુ

 મ્યુનિસિપલ કમિશરે શ્રી વિજય નેહરાએ કેસનું ગણિત સમજાવતા કહ્યુ હતુ કે, હાલમાં અમદાવાદમાં ચાર દિવસે કેસ ડબલ થાય છે. આપણે હજુ પણ કઠોર પગલા લેવાની જરૂર છે. જો પ્રજા સહકાર આપશે તો ૫૦ હજાર કેસ સુધી સિમિત રહીશું. કોઇ ચિંતાની જરૂર નથી, માત્ર સહકાર આપો. ૩જી મે સુધીમાં આપણે ૭થી ૮ દિવસ કેસ ડબલિંગ રેટ રાખી શકીશું. ડર્યા વગર સરકારને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

 ટોટલ કેસ કેટલા દિવસમાં બમણા થાય છે તેના આધારે કેસનું પ્રમાણ રહેશે તે નક્કી થઈ શકે. ૧૭ એપ્રિલ ૬૦૦ કેસ હતા, ૨૦ એપ્રિલે બમણા થયા. દર ત્રીજા દિવસે કેસ ડબલ થતા હતા. હાલ અમદાવાદમાં ૪ દિવસમાં કેસ ડબલ થાય છે. આ સ્થિતિ રહે તો ૩૧ દિવસમાં ૮ લાખ કેસ થાય.

 લોકડાઉન પૂર્ણ થાય તે પૂર્વે કેસ ડબલિંગમાં ઘટાડો કરવાનો છે. આ રેશિયો ૭ કે ૮ દિવસ સુધી લઈ જવાનો છે. કેસ ડબલિંગ રેશિયો ઘટાડવાથી જ આંક ઘટાડી શકાશે. જો તેમાં સફળતા મળશે તો ૧૫ મે સુધી જે ૫૦ હજાર કેસ થવાના હોય તે ૧૦ હજાર જ થશે. ૧૦ દિવસનો કેસ ડબલિંગ રેટ અચિવ કરીશું તો ૭ હજાર કેસ થશે. ૭ થી ૮ દિવસનો કેસ ડબલિંગ રેટ અચિવ કરવાનો ટાર્ગેટ છે. ૩૧ મેના અંત સુધી આ સ્ટ્રેટેજીથી ૨૦ હજાર કેસ થઈ શકે છે. ૩ મે સુધીમાં ૭થી ૮ દિવસનું કેસ ડબલિંગ રેટ અચિવ કરવાની આશા છે.

(3:28 pm IST)