Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

પંચમહાલ જિલ્લામાં વધુ બે કોરોના પોઝિટિવ : 18 વર્ષની યુવતી અને 47 વર્ષની મહિલાને ચેપ લાગ્યો

મહિલાના પતિનો રિપોર્ટ પહેલા જ પોઝિટિવ આવ્યો હતો

ગોધરા : રાજ્યમાં કોરોનાને કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે પંચમહાલમાં વધું 2 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. 18 વર્ષીય યુવતી અને 47 વર્ષીય મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે.

  18 વર્ષીય યુવતીને લોકલ સંક્રમણને કારણે કોરોના થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે મહિલાના પતિનો રિપોર્ટ પહેલાથી પોઝિટીવ આવ્યો હતો.જેના કારણે મહિલા પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે.  હાલ આ બંને દર્દીઓની ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  અત્રે ઉલ્લેખનિય છે કે પંચમહાલમાં જિલ્લામાં પોઝિટીવ કેસની કુલ સંખ્યા 14 પર પહોંચી છે. જ્યારે 2 ના મોત નિપજ્યા છે

(1:57 pm IST)