Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

સુરતની પ્રોટોન કંપનીએ વેન્ટિલાઈફ નામનું વેન્ટિલેટર બનાવ્યું

વેન્ટિલેટરનું મેડિકલ ટેસ્ટિંગ થયા બાદ તેને માર્કેટમાં વેચાણ માટે મુકવામાં આવશે

સુરતની પ્રોટોન કંપનીએ મેક ઈન ઈન્ડિયા અંતર્ગત વેન્ટિલેટર બનાવ્યું છે. આ વેન્ટિલેટરની કિંમત 35 હજાર છે. 8 દિવસની મહેનાત બાદ વેન્ટિલેટર તૈયાર કરાવામાં આવ્યું છે. વેન્ટિલેટરનું મેડિકલ ટેસ્ટિંગ થયા બાદ તેને માર્કેટમાં વેચાણ માટે મુકવામાં આવશે અને જો વેચાણ વધુ થશે તો વેન્ટિલેટરની કિંમત ઘટાડી 25 હજાર સુધી કરવામાં આવશે. સુરતની પ્રોટોન કંપનીએ વેન્ટિલાઈફ નામનું વેન્ટિલેટર બનાવ્યું છે. નોંધનીય છે કે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેવા સમયે વેન્ટિલેટરની અછત ન સર્જાય અને દર્દીઓને સમયસર યોગ્ય સારવાર મળી રહે તે માટે પ્રોટોન કંપની દ્વારા વેન્ટિલેટર બનાવવામાં આવ્યું છે

(1:32 pm IST)