Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

અમદાવાદના ખાનપુરમાં પાનનો ગલ્લાનાં તાળા તૂટ્યા દોઢ લાખથી વધુની સિગારેટ તમાકુની ચોરી

દુકાનમાંથી ટીવી અને ચોકલેટ સહિત વસ્તુઓ ઉઠાવી ગયા

અમદાવાદમાં ખાનપુર વિસ્તારમાં આવેલા ક્યુ લેન્ડ પણ પાર્લરમાં ગઈકાલે રાત્રે તાળા તોડીને લૂંટ કરાઈ હોવાની પોલીસ ફરિયાદ થવા પામી છે. લોકડાઉન જાહેર થતા એકાએક જ બંધ કરાયેલી દુકાનમાં વિવિધ બ્રાન્ડની સિગારેટ તેમજ તમાકુ સહિતની અન્ય ચીજવસ્તુઓ પણ દુકાનમાં હતી. આ તમામ ચીજ વસ્તુઓ તેમજ દુકાનમાંથી ટીવી અને ચોકલેટ સહિત લગભગ દોઢ લાખના મુદ્દામાલની ચોરી થવા પામી છે.

 અત્રે  ઉલ્લેખનીય છે કે સતત એક મહિનાના લોક ડાઉનના કારણે વિવિધ પ્રકારની તમાકુ, ગુટકા અને સિગારેટના ખૂબ જ ઊંચા ભાવ અત્યારે બજારમાં ચાલી રહ્યા છે. ત્યારે તકનો પૂરો ફાયદો ઉઠાવવા માટે જ આ લૂંટ થયાનું ચર્ચાઈ રહ્યું છે

(1:12 pm IST)