Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

પાટણમાં કોરોના પોઝિટિવથી સ્વસ્થ થયેલ વધુ ત્રણ લોકો ફરી ઝપટમાં આવ્યા : કોરોના રિપોર્ટ પોઝિટિવ

વધુ ત્રણ રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ સંખ્યા 5 થઇ

પાટણ : પાટણમાં કોરોના વાયરસ થી પોઝિટિવ આવેલા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર આપવામાં આવી હતી અનેક વખત રિપોર્ટ બાદ બે દિવસમાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ સંખ્યા 5 ની થયેલ છે આજ સુધીમાં 5 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને ધારપુર મેડિકલ કોલેજ ખાતે ફેસેલિટી ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. પરંતુ આજે તેમના વધુ એક વખત કોરોના ટેસ્ટ કરતા કોરોનાએ ફરી ઉથલો માર્યો હોવાનું સામે આવ્યું છે. પાટણમાં બે દિવસમાં કુલ પાંચ કોરોના દર્દીઓના રિપોર્ટ કરતા તમામ સાજા થયેલા દર્દી છે. તમામને ઉથલો મારતા હવે વધુ ચિંતા પ્રસરી રહી છે.

(1:04 pm IST)