Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

દિલીપકુમાર રાણા અમદાવાદમાં ડે. મ્યુનિસીપલ કમિશનર પદે

રાજકોટ : રાજય સરકારે આદિજાતિ વિકાસ કમિશનર શ્રી દિલીપકુમાર રાણાની અમદાવાદના નાયબ મ્યુનિસીપલ કમિશનર તરીકે નિમણુક કરી છે. તેઓ ર૦૦૭ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં અમરેલી, બનાસકાંઠા, અને આણંદમાં જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકયા છે. હાલના કોરોનાની બિમારીના સંજોગોમાં અમદાવાદ મહાનગરમાં તેમની નિમણૂંક મહત્વપૂર્ણ ગણાય છે.

(12:32 pm IST)