Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ઘરે ઘરે કોરોના માટે સર્વે કરવા નિકળેલ એક પ્રિન્સીપાલ સહિત ૩ શિક્ષકનો કોરોના વળ ગ્યોઃ ૧ વેન્ટીલેયર ઉપર

અમદાવાદઃ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે મ્યુનિ.હેલ્થ ખાતાની ટીમોને હોટસ્પોટ વિસ્તારોમાં સર્વે અને સેમ્પલ લેવાની કામગીરી સોંપાયા બાદ મ્યુનિ. સ્કૂલબોર્ડનાં શિક્ષકોને અન્ય વિસ્તારોમાં દ્યરે દ્યરે ફરી સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી, અને તેમાં એક આચાર્ય સહિત ત્રણ શિક્ષકો જ કોરોનામાં સપડાઇ જતાં શિક્ષણ આલમમાં ચિંતાની લાગણી ફેલાઇ જવા પામી છે.

 મ્યુનિ. સત્ત્।ાધીશોની સૂચનાથી સ્ફૂલબોર્ડનાં શાસનાધિકારીએ તમામ શિક્ષકોને હોટસ્પોટ જાહેર થયા હોય તેવા વિસ્તારો સિવાયનાં વિસ્તારોમાં દ્યરે દ્યરે ફરીને કોરોના વાયરસનાં શંકાસ્પદ લક્ષણ ધરાવતાં દર્દી છે કે નહીં તે શોધવાની કામગીરી સોપી હતી. આ સિવાય રેશનિંગની દુકાનોએ જઇ મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજની કામગીરી સોંપી હતી.

 સ્લમ વિસ્તારોમાં દ્યરે દ્યરે ફરવાની કામગીરી સોંપાઇ ત્યારે શિક્ષકોમાં ચિંતાની લાગણી ફેલાઇ હતી, પરતુ બધા કોરોના સામે લડી રહ્યાં હોય ત્યારે વિરોધ કરવો યોગ્ય નથી તેમ માનીને શિક્ષકોએ પણ ચાલી ઝુંપડપટ્ટીઓમાં ફરવાનું શરૂ કર્યું હતું. તેમાંથી ત્રણ શિક્ષકોને કોરોના વાયરસ વળગી ગયો હતો અને તેમની તબિયત ખરાબ થતાં રિપોર્ટ કરાવાતાં પોઝિટિવ જાહેર થયાં હતા. શાહપુર ઉર્દુ સ્કૂલનાં શિક્ષક રસીદાખાતુન બિસાલપુરવાલા તથા ગીતાબેન નામનાં બે મહિલા શિક્ષક ઉપરાંત ઇરફાનનામનાં એક આચાર્યની તબિયત વધુ કથળતાં તેમને વેન્ટિલેટર ઉપર રાખવા પડ્યાં હોવાની માહિતી સ્કૂલબોર્ડનાં સભ્ય ઇલ્યાસ કુરેશીએ આપી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે,આ ત્રણ કેસની જાણ થયાં બાદ ૩૭૫ જેટલાં શિક્ષકોએ પીપીઇ કિટ સહિતનાં સુરક્ષાસાધનો નહીં આપવામાં આવતાં સર્વે વગેરે કામ કરવાનો ઇન્કાર કરી દીધો છે. જોકે સ્કૂલબોર્ડનાં શાસનાધિકારી લગધીરભાઇ દેસાઈએ ત્રણ શિક્ષકોને કૌરોના થયો હોવાનું સ્વીકાર્યું હતું, પરંતુ શિક્ષકોએ કામ કરવાની ના પાડી હોવાની વાતનો ઇન્કાર કર્યો હતો.

(1:00 pm IST)