Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

દેશભરમાં ગ્રીન-રેડ-યલો ઝોન જેવી વિચારણા ચાલતી હતી ત્યારે વડોદરામાં તેનો અમલ પણ થઇ ગયો હતો

ઓએસડી વિનોદ રાવ-કલેકટર શાલીની અગ્રવાલ- પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને મ્યુનિસિપલ કમિશ્નર નલીન ઉપાધ્યાયની દુરંદેશીથી એક જ દિવસમાં ૪૫ દર્દી કોરોનામુકત થવાનો ચમત્કાર સર્જાયો છેઃ બીન લાદેનના પોસ્ટર સાથે રેલી કાઢનાર તત્વો જેવા કુવિખ્યાતો પર એવી ધાક બેસાડી કે ઘરમાંથી નિકળવામાં સો વખત વિચાર કરતા હતા

રાજકોટ, તા., ૨૪: કોરોના વાયરસની સ્થિતિમાં જયારે ગુજરાત હોટસ્પોટ બન્યું છે અને દેશમાં પણ આ દિશામાં મોખરે ચાલી રહયાના સમાચારો વચ્ચે વડોદરામાં એક સાથે ૪પ દર્દીઓ કોરોનામુકત થઇ જવાની  બાબત સમગ્ર રાજયમાં કુતુહલતાભરી ચર્ચાનો વિષય બની છે, આવો ચમત્કાર કઇ રીતે સર્જાયો એ જાણવા પણ ઉત્કંઠા ફકત લોકોમાં જ નહિ તંત્રમાં પણ જાગી છે.

વડોદરામાં કોરોના વાયરસ સંદર્ભે રાજકોટના જંગલેશ્વર જેવા વિસ્તારોનો સર્વે તાકીદે કરવામાં આવેલ. વડોદરાના મ્યુનિસીપલ કમિશ્નર નલીન ઉપાધ્યાયની   મદદમાં ભુતકાળમાં વડોદરામાં ફરજ બજાવી ચુકેલા અનુભવી એવા વિનોદ રાવને ઓફીસર ઓન સ્પેશ્યલ ડયુટી તરીકે મુકવામાં આવેલ. આમ મ્યુનિસીપલ કમિશ્નર, વિનોદ રાવ, કલેકટર શાલીની અગ્રવાલ અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે સાથે મળી વિસ્તારવાઇઝ રેડ, ઓરેન્જ, ગ્રીન એવા ઝોન ગુજરાત સરકાર વિચારતી હતી તે પહેલા જ બનાવી નાખી તેનો અમલ શરૂ કરેલ. હોટસ્પોટ વિોસ્તારમાં લોકોના ટેસ્ટની કામગીરી ઝડપથી કરી અને પોઝીટીવ દર્દીઓને ઉતમ પ્રકારની સારવાર મળે તે માટે આખુ માળખુ વ્યવસ્થિત ગોઠવી કાઢેલ.

અમદાવાદની માફક વડોદરામાં ચોક્કસ વિસ્તારોમાં તબલીક જમાતમાં ભાગ લેનારા ઘણા શખ્સો હતા, બીજુ વડોદરાના નાગરવાડા  અને તાંદલજા જેવા વિસ્તારો સહીતના ચોક્કસ વિસ્તારોમાં ઘણા માથાભારે લોકો રહે છે. ભુતકાળમાં અહી બીન લાદેનના ફોટા સાથેની રેલી પણ નિકળેલી, નાનામાં નાની બાબતે કોમ-કોમ વચ્ચે ઉશ્કેરણી જાગે તેવા ઉંબાડીયા કરવા માટે ચોક્કસ શખ્સો ખુબ જ જાણીતા  હતા.

અનુપમસિંહ ગેહલોતે વડોદરાનો ચાર્જ સંભાળતાની સાથે જ પોલીસને રાજકોટ સ્ટાઇલથી કામ લેવામાં આવશે તેવો સંકેત આપી આવા માથાભારે લોકોને અગાઉથી જ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીમાં બોલાવી આગવી ઢબે સમજાવી દીધેલ. બંધના એલાન વખતે પોલીસમાં માથાભારે તત્વોના  વિસ્તારમાં ઉભા રહેવાની હિંમત મળે તે માટે જાતે જ બુલેટ પર કમાન્ડો વગર નિકળ્યા હતા અને શાનમાં સમજાવી દીધેલ.  આમ દુરંદેશીને કારણે વડોદરામાં નાગરવાડાના એક સાથે ૪પ દર્દીઓ મુકત થયાનો ચમત્કાર સર્જાયો છે.

(12:21 pm IST)