Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

રોજ ૩૦૦૦ ટેસ્ટીંગની ક્ષમતાઃ ગાંધીનગરમાં નવી લેબ મંજુરઃ ખાનગી લેબમાં કોરોના ટેસ્ટીંગના રૂ. ૨૦૦૦

ગુજરાતમાં કોરોનામાં મૃત્યુ પામેલા પૈકી ૮૧ ટકા અન્ય ગંભીર બિમારીવાળાઃ જયંતી રવિ

ગાંધીનગર, તા. ૨૪ :. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ શ્રી જયંતિ રવિએ સ્વર્ણિમ સંકુલ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે અત્યાર સુધી આપણે પૂનાની 'નીટ' પર ટેસ્ટીંગ પ્રક્રિયામા આધારીત હતા. હવે આપણે રોજના ૩ હજાર ટેસ્ટ કરવાની ક્ષમતા ધરાવતા થઈ ગયા છે. સરકાર અથવા ખાનગી વ્યકિત ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવે તો રૂ. ૨૦૦૦થી વધુ વસુલી નહિ શકે તેવો સરકારે આદેશ બહાર પાડયો છે.

તેમણે વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે રાજ્યમાં કુલ ૧૫ જગ્યાએ ટેસ્ટીંગ થતા હતા. ભારત સરકારના આરોગ્ય તંત્ર દ્વારા ગાંધીનગરના ટેસ્ટીંગ સેન્ટરને મંજુરી આપવામાં આવી છે. આમ હવે કુલ ૧૬ ટેસ્ટીંગ સેન્ટરો કાર્યરત થયા છે.

રાજ્યમાં હવે રોજના અંદાજે ૩ હજાર ટેસ્ટીંગ ખૂબજ ઝડપથી થાય તે માટે આપણે કાર્યક્ષમ બન્યા છીએ. આ ઉપરાંત પ્રાઈવેટ લેબમાં ટેસ્ટીંગ કરાવવા માટે રૂ. ૨૦૦૦ની મર્યાદા નક્કી કરવામાં આવી છે. સરકારે વિધિવત નિર્ણય કર્યો છે. સરકાર ખાનગી લેબમાં ટેસ્ટ કરાવે તો લેબને કેસ દીઠ રૂ. ૨૦૦૦ ચૂકવાશે.

ઉપરાંત વધુ વિગતો પર ધ્યાન દોરતા જણાવ્યુ હતુ કે તાજેતરમાં ૨૪ હજાર ટેસ્ટીંગ કીટ ભારત સરકારે હવાઈ જહાજ દ્વારા મોકલી છે. આ કીટનો બગાડ ન થાય તે માટે તજજ્ઞો દ્વારા ટીમ તૈયાર કરવામાં આવી છે અને આ ટીમ સંપૂર્ણ તપાસ કરી આ કીટ વાપરે છે.

રાજ્યમાં ૧૦૫ મૃત્યુ થયા છે. જેમા ૮૧ ટકા મૃત્યુ કોઈ ગંભીર બિમારી, વયસ્થા અને થોડાક અંશે કોરોનાનું પોઝીટીવ પ્રમાણ જણાયુ છે. રાજ્ય સરકારના આરોગ્ય તંત્ર દ્વારા સતત કોરોનાનો વિનાશ થાય તે દિશામાં કાર્યરત છે. ઉપરાંત ભારત સરકાર દ્વારા મળતી સૂચનાઓ અને માર્ગદર્શન તરફ ધ્યાન આપી તે મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.

(3:28 pm IST)