Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ગુજરાતમાં કોરોના વકર્યો : હવે માત્ર 3 જિલ્લા જ રહ્યાં બાકાત: સુરેન્દ્રનગર અને ડાંગ પણ સપડાયા

થાનમાં એક 61 વર્ષિય વ્યક્તિમાં કોરોનાનો ચેપ લાગ્યો

કોરોનાએ ગુજરાતને સકંજામાં લીધું છે જે રીતે કેસો જ નહીં પણ કોરોનાનો મૃત્યુઆંક વધી હ્યો છે, તે જોતાં ગુજરાતની પરિસ્થિતી વણસી રહી છે. કોરોનાનાએ ગુજરાતના 30 જિલ્લાઓને ઝપટમાં લઈ લીધા છે. મોટા ભાગના કેસ અમદાવાદ, વડોદરા અને સુરતમાં જોવા મળી રહ્યા છે. આ વિસ્તારોમાં દરરોજ કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જો કે, સારી વાત એ હતી કે, અત્યાર સુધી અમુક જિલ્લાઓ એવા હતા, જ્યાં એક પણ કોરોનાનો કેસ આવ્યો નહોતો.

અત્યાર સુધી કોરોનાથી મુક્ત રહેલુ સુરેન્દ્રનગરમાં પણ હવે પ્રથમ કેસ આવી ગયો છે. જો કે, હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોનાનો પ્રથમ કેસ આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં એક 61 વર્ષિય વ્યક્તિમાં કોરોનાનો ચેપ લાગ્યો હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે હવે આ જિલ્લો પણ બાકત થતાં હવે માત્ર 3 જિલ્લા જ બાકી રહ્યા છે.

આ ઉપરાંત ડાંગ જિલ્લામાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. મૂળ ડાંગની એક યુવતીને કોરોના પોઝીટીવ થયા હોવાનુ જાણવા મળ્યુ છે. અત્યાર સુધીમાં ૨૯ જિલ્લામાં કોરોનાએ પગપેર્સો કર્યો છે.

(12:02 pm IST)