Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

હોટસ્પોટ સિવાયના વિસ્તારોમાં પણ ટેસ્ટીંગ શરૂ : ટેસ્ટીંગની કેપેસીટીમાં વધારો કરાશે : અમદાવાદ - સુરત અને રાજકોટમાંથી કર્ફયુ હટાવી લેવાયા : જયંતિ રવિ

૨૧૭ નવા કેસો સાથે રાજયમાં કુલ ૨૬૨૪ કેસઃ આજે ૭૯ દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ

ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો હોય તેની ચિંતા વ્યકત કરતાં રાજયના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે રાજયમાં દરરોજ ૩ હજાર જેટલા ટેસ્ટ થાય છે : હોટસ્પોટ વિસ્તારમાં સૌથી વધુ ટેસ્ટ થયા છે : હોટસ્પોટ સિવાયના વિસ્તારોમાં પણ ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યુ છે : હાલમાં દરરોજ ૩૦૦૦ જેટલા ટેસ્ટ થાય છે : દિવસેને દિવસે ટેસ્ટીંગની કેપેસીટીમાં વધારો કરવામાં આવશે : હાલમાં ૧૫ સેન્ટરોમાં ટેસ્ટીંગ ચાલી રહ્યુ છે : આજે ૭૯ દર્દીઓ સ્વસ્થ થતા રજા આપી દેવામાં આવી છે : જયંતિ રવિએ વધુમાં જણાવેલ કે સતત કેસોમાં વધારો થતાં અને હોટસ્પોટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા બાદ અમદાવાદ, સુરત અને રાજકોટમાં તબક્કાવાર કર્ફયુ જાહેર કરવામાં આવેલ જે આ ત્રણેય મહાનગરોમાં આજથી કર્ફયુ હટાવી લેવાયો છે : જો કે લોકડાઉન આ ત્રણેય શહેરો રાજયના અન્ય શહેરોની માફક યથાવત જ છે : રાજયમાં અત્યાર સુધીમાં ૨૬૨૪ પોઝીટીવ કેસ નોંધાયા છે : જયારે મૃત્યુઆંક ૧૧૨ પહોંચ્યો છે : કુલ ૧૭૯ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે

(11:27 am IST)