Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ગુજરાતના કુલ દર્દીઓમાંથી ૯૨ ટકા ૬ મહાનગરોમાં

આજે સવાર સુધીમાં રાજ્યમાં કોરોનાના કુલ ૨૬૨૪ દર્દીઓ પૈકી ૬ મહાનગરોમાં ૨૪૧૮ : જામનગરમાં માત્ર ૧, જૂનાગઢમાં એકેય નહિ : ૧૧૨ મૃત્યુ પૈકી ૧૦૧ મૃત્યુ મહાનગરોમાં : એક માત્ર રાજકોટ મહાનગરમાં એક પણનું મોત નહિ

રાજકોટ તા. ૨૪ : રાજ્યમાં કોરોનાનો રોગ લગભગ તમામ જિલ્લાઓને ધમરોળી રહ્યો છે. રાજ્ય સરકારે ગઇકાલે રાત્રે જાહેર કરેલ આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવના ૨૬૨૪ દર્દીઓ નોંધાય ચૂકયા છે અને ૧૧૨ મૃત્યુ થયા છે. ૨૫૮ દર્દીઓ સાજા થઇ ગયા છે. રાજ્યના કુલ દર્દીઓ પૈકી ૯૨% જેટલા દર્દીઓ ૬ મહાનગરોમાં છે અન્ય તાલુકા મથકો અને ગ્રામિણ વિસ્તારોનો આંકડો સામાન્ય છે.

આજે સવારે નવા આંકડા જાહેર થયા પૂર્વેની સ્થિતિનું આંકડાકીય સ્થિતિનું વિશ્લેષણ એવું થાય છે કે રાજ્યમાં કુલ ૮ મહાનગરો પૈકી ૭ મહાનગરોમાં કોરોનાએ પગપેસારો કરી દીધો છે. જુનાગઢમાં એકપણ કેસ નોંધાયો નથી. જામનગરમાં માત્ર એક કેસ સામે આવેલ છે. બાકીના પાંચ મહાનગરોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૨૪૧૮ છે. ટકાવારીની દ્રષ્ટિએ તે કુલ દર્દીઓના ૯૨% જેટલા થાય છે.

ગુજરાતમાં મહામારીના સૌથી વધુ ૧૬૫૨ દર્દીઓ અમદાવાદમાં છે ત્યાં ૬૯ મૃત્યુ થયા છે. સુરતમાં ૪૫૬ દર્દીઓ અને ૧૩ મૃત્યુ તથા વડોદરામાં ૨૧૮ દર્દીઓ અને ૧૧ મૃત્યુ થયા છે. રાજકોટમાં ૪૧ દર્દીઓ નોંધાયા છે સદ્નસીબે ગુજરાતમાં કોરોનાના દર્દીઓ ધરાવતા મહાનગરોમાં એકમાત્ર રાજકોટ એવું છે ત્યાં એકપણ કોરોના પોઝિટિવ વાળાનું મૃત્યુ થયું નથી. ભાવનગરમાં ૩૩ દર્દીઓ અને ૫ મોત છે. ગાંધીનગરમાં ૧૮ દર્દીઓ પૈકી ૨ દર્દીઓએ અંતિમશ્વાસ ખેંચ્યા છે. જામનગરમાં કોરોનાનો એક દર્દી નોંધાયેલ અને તેની મૃત્યુ થયું છે. કુલ ૧૧૨ મૃત્યુ પૈકી ૧૦૧ મૃત્યુ પાંચ મહાનગરોના છે. આંકડાઓ બતાવે છે કે રાજ્યમાં કોરોનાની દ્રષ્ટિએ સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરની છે.(૨૧.૬)

મહાનગરોનું કોરોના ચિત્ર

મહાનગર            

દર્દીઓ

મૃત્યુ

અમદાવાદ

૧૬૫૨

૬૯

સુરત

૪૫૬

૧૩

વડોદરા

૨૧૮

૧૧

રાજકોટ

૪૧

-

ભાવનગર

૩૩

ગાંધીનગર

૧૮

જામનગર

      કુલ

૨૪૧૯

૧૦૧

(10:58 am IST)