Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ફેરિયાને ચેપના કિસ્સાથી શાકભાજીની માગ-ભાવ ઘટયા : કઠોળના ભાવ ઉંચકાયા

કોરોનાની મહામારી વચ્ચે શાકભાજીના વેન્ડરોને કોરોના પોઝિટિવ આવતા લોકોએ શાકભાજી ખરીદવાનું ટાળી : દીધું છે અને છેલ્લા પાંચ દિવસથી કઠોળ ખાવાનું ચાલુ કર્યુ

અમદાવાદ તા. ૨૪ : કોરોનાની મહામારી વચ્ચે શાકભાજીના વેન્ડરોને કોરોના પોઝિટિવ આવતા લોકોએ શાકભાજી ખરીદવાનું ટાળી દીધંુ છે અને છેલ્લા પાંચ દિવસથી કઠોળ ખાવાનું ચાલુ કર્યુ છે. બીજી તરફ લોકો કરિયાણાની દુકાનમાં કઠોળ ખરીદવા ગયા તો તેમાં અચાનક ૩૦ થી ૪૦ ટકાનો ઉછાળો આવી ગયો છે. એમાંય કેટલીક દુકાનમાં મગ, મગની દાળ, કાબુલી ચણા, દેશી ચણા ખાલી થઈ ગયા છે. તો ઘઉંમાં આ વર્ષે ૧૦૦ કિલોએ રૂ.૪૦૦નો વધારો થતા ઘઉંના લોટના ભાવો વધી ગયા છે.

ઉપરાંત શહેરમાં મોટાભાગની ઘંટીઓ બંધ હોવાથી લોટના ભાવો વધી ગયા છે. પાલડી પાસે આવેલ શાકમાર્કેટ છેલ્લા બે દિવસથી બંધ કરવામાં આવતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં તો શાકભાજી નહીં ખરીદવા માટે પોલીસ દ્વારા લોકોને માઈક ઉપર જાહેરાત કરતા વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરી રહ્યા છે.

જેના લીધે લોકો શાકભાજી ખરીદવાનું ટાળી રહ્યા છે. જેના લીધે શહેરના કોટ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારોમાં લીલા શાકભાજી ખરીદવાનું બંધ કરીને મોટાભાગના લોકોએ કઠોળ ખાવાનું ચાલુ કર્યુ છે.

લીલા શાકભાજી ખાવાનું બંધ કરીને કઠોળ ખાવાનું ચાલુ કર્યુ હતું. કેટલાક લોકો કઠોળ ખરીદવા માટે કરિયાણાની દુકાને ગયા તો ખબર પડી કે ૩૦ થી ૪૦ ટકાનો ઉછાળો આવ્યો છે તો કેટલીક જગ્યાએ કઠોળ ખાલી થઈ ગયંુ છે અને બે દિવસમાં આવશે તેમ જણાવે છે. સામાન્ય દિવસોમાં મગ રૂ. ૭૫ કિલો હતા તે વધીને રૂ.૧૧૦ થઈ ગયા છે. મગની દાળ રૂ.૧૪૦ કિલો, તુવેરની દાળ રૂ. ૧૧૦ કિલો, કાબુલી ચણા રૂ.૧૪૫ કિલો વેચાઈ રહ્યા છે.

(10:46 am IST)