Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

લોકડાઉન પહેલા ગોવા ફરવા ગયેલા વાપીના નાગરિકો હોટલમાં ફસાયા : સરકાર પાસે માંગી મદદ

હોટલ માલિકે વાપીના નાગરિકો પાસેથી અત્યાર સુધીમાં 1 લાખ રૂપિયા પડાવ્યા લ રૂપિયા ન હોવાથી હવે હોટલ ખાલી કરવા ફરમાન

 

અમદાવાદ : લૉકડાઉન પહેલા ગોવા ફરવા ગયેલા વાપીના કેટલાક લોકોની હાલત કફોડી બની છે. પાછલા એક મહિનાથી તમામ નાગરિકો ગોવાની એક હોટલમાં ફસાયા છે અને હવે મદદ માટે તેઓએ એક વીડિયો વાયરલ કરીને સરકાર સમક્ષ મદદની ગુહાર લગાવી છે. વીડિયોમાં નાગરિકોએ હોટલ માલિક પર ગંભીર આરોપ લગાવ્યો છે.

 સરકારે લૉકડાઉનમાં નાગરિકો પાસેથી રૂપિયા વસુલવાનો આદેશ કર્યો છે, પરંતુ ગોવાના હોટલ માલિકે વાપીના નાગરિકો પાસેથી અત્યાર સુધીમાં 1 લાખ રૂપિયા પડાવ્યા છે. હવે રૂપિયા હોવાથી હોટલ માલિકે 31મી એપ્રિલ સુધીમાં હોટલ ખાલી કરવા ફરમાન કર્યું છે ત્યારે નાગરિકોએ વીડિયો વાયરલ કરીને સરકાર સમક્ષ મદદ કરવાની ગુહાર લગાવી છે.

(12:57 am IST)