Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

અરવલ્લીની વાત્રકની કોવીડ-19 હોસ્પીટલમાં ડોકટરો વચ્ચે મારામારી : એક ડોક્ટર ઘાયલ

ડોક્ટરો વચ્ચે થયેલી મારામારીમાં બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મીઓએ દરમિયાનગીરી કરી

અમદાવાદ : રાજ્ય સરકારે 26 જિલ્લામાં કોવિડ 19 ની સારવાર માટે ખાનગી હોસ્પિટલને કોવિડ 19 હોસ્પિટલ જાહેર કરી છે. જેમાં અરવલ્લીના બાયડમાં આવેલી વાત્રક હોસ્પિટલને પણ કોવિદ -19 હોસ્પિટલ તરીકે જાહેર કરી છે. આજ રોજ વાત્રક હોસ્પીટલમાં સેવા બજાવતા બે ડોકટરો દર્દીની સેવાને ભૂલી અને પોતે જ ઝઘડી પડ્યા હતા.

આજે આ હોસ્પીટલમાં ડોક્ટરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હોવાની માહિતી મળી છે. ડોક્ટરો વચ્ચે થયેલી મારામારીમાં એક ડોક્ટર ઈજાગ્રસ્ત બન્યા છે. જો કે આરોગ્ય વિભાગ આ મામલે આંખ આડા કાન કરીને મામલો દબાવવા પ્રયાસ કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

ડોક્ટરો વચ્ચે થયેલી મારામારીમાં બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મીઓએ દરમિયાનગીરી કરી હતી. ડોક્ટરો વચ્ચે મારામારી થતાં કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ ગભરાઈ ગયા હતા

(8:57 am IST)