Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

પીજી મેડિકલ અને ડેન્ટલનું પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર ;તમામ 1371 બેઠકો પર પ્રવેશ

ડેન્ટલની પણ તમામ 219 બેઠકો પર પ્રવેશ ફાળવાયો

અમદાવાદ ; ગુજરાત  સરકારની પીજી મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા આજે પીજી મેડિકલ અને ડેન્ટલનું પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકોને બાદ કરતાં પીજી મેડિકલની ડિગ્રી અને ડિપ્લોમાની તમામ 1371 બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે.

જ્યારે ડેન્ટલની તમામ 219 બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. પ્રથમ રાઉન્ડના ઓનલાઈન સીટ એલોટમેન્ટ બાદ વિદ્યાર્થીઓને કોલેજમાં જઈને રિપોર્ટિંગ કરાવવાની અને જોઇનિંગ કરવાની પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે.

(11:26 pm IST)