Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

મહાનાયક અમિતાભ બચ્ચને સુરતમાં લાગેલા બૅનર્સના કર્યા ભરપુર વખાણ

બીગબીએ વિડિઓ વાયરલ કરીને સુરતના બૅનરનો કર્યો ઉલ્લેખ

 

સુરતઃ કોરોનાવાયરસને લઇ દેશ સહીત દુનિયામાં હાહાકાર મચ્યો છે. ત્યારે સુરતમાં જુની આરટીઓપાસે એક બેનર પર લખવામાં આવ્યુ છે કે હાલમાં કોરોના લઇને દેશના ભરના મંદિર બંધ છે ત્યારે મંદિરના ભગવાન સફેદ કોટ પહેરીને પહોંચ્યા છે. હોસ્પિટલ ખાતે બેનરને લઇને ફિલ્મ અભિનેતા અમિતાભ ભચ્ચને  એક વીડિયો સોશિયલ મીડિયા વાયરસ કર્યો છે.

 

વીડિયોમાં ગુજરાતના સુરતમાં લાગેલ બેનરનો ઉલ્લેખ કર્યો છે. અને કોરોના સામેની લડાયમાં તબીબો અને નસિંગ સ્ટાફ દર્દી માટે ભગવાન છે. કારણકે લોકો પોતાના જીવના જોખમે દર્દીની સારવાર કરે છે. ત્યારે આવા લોકો સમાજમાં સન્માનને લાયક છે.

 

(8:58 am IST)