Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

બનાસકાંઠા : કોરોનાનું લોકલ સંક્રમણ, બે કેસો સપાટી ઉપર

પોઝિટિવ કેસોની સંખ્યા વધીને ૨૦ થઇ : આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટિવ લોકોને ઓળખી કઢાયા

નવી દિલ્હી, તા. ૧૧  : બનાસકાંઠા જિલ્લામાં ગુરૂવારે વધુ બે વ્યક્તિઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યાં પાલનપુર તાલુકાના ગઠામણ ગામે યુવક - યુવતી લોકલ સંક્રમણનો ભોગ બન્યા હતા. જેના પગલે પ્રજાજનોમાં ભારે ફફડાટ પ્રસરી ગયો છે. જ્યાં આરોગ્ય વિભાગ દ્વારા આ પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને હોમ કોરેન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા ૨૦ થવા પામી છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગુરૂવારે વધુ બે વ્યક્તિઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યાં પાલનપુર તાલુકાના ગઠામણ ગામે ૪૫ વર્ષિય યુવક અને ૨૮ વર્ષિય યુવતી લોકલ સંક્રમણનો ભોગ બન્યા હતા. જેના પગલે પ્રજાજનોમાં ભારે ફફડાટ પ્રસરી ગયો છે. જ્યાં આરોગ્ય વિભાગ દ્વારા આ પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને હોમ કોરેન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

              જિલ્લામાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા ૨૦ થવા પામી છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં પાલનપુર તાલુકાના ગઠામણ ગામે ૧૩  કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અગાઉ વાવના મીઠાવી ચારણ ગામે પાંચ વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, સઘન સારવાર બાદ તે સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. જોકે, આ બાળકને સુરતથી સ્કોર્પિયો ગાડીમાં લાવનાર ચાલકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમની સારવાર ચાલી રહી છે.તેમજ વાવ તાલુકાના આકોલી ગામના ૪૮ વર્ષના મહિલા, માવસરી ગામના ૨૨ વર્ષના પુરુષ, દૈયપ ગામનો ૨૦ વર્ષનો પુરુષ, મીઠાવીચારણ ગામના ૨૮ વર્ષનો પુરુષ, થરાદનો પુરુષ જે તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અને  આ પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને હોમ કોરેન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(9:45 pm IST)