Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

એપોલોમાં કેન્સરની મહિલા દર્દીનું કિમોથેરાપી સેશન થયું

અપોલો સીબીસીસીની ઉત્તમ કામગીરી : લોકડાઉનની કપરી સ્થિતિમાં લિમ્ફોમા કેન્સરની સારવાર

અમદાવાદ,તા.૨૩  : ગત મહિને ૫૧ વર્ષીય શ્રીમતી છાયા (નામ બદલ્યું છે) તેમના કિમોથેરાપી સેશનમાંથી પસાર થઇ રહ્યાં હતાં ત્યારે તેમને જરાય ખ્યાલ ન હતો કે કેવી રીતે પરિસ્થિતિ બદલાશે અને તેમનું વિશ્વ અળગું પડી જશે. અપોલો સીબીસીસી ખાતે લિમ્ફોમાથી પીડાતા શ્રીમતી છાયા (લિમોહેટિક નોડ્સ અને લિમ્ફાટિક સિસ્ટમને અસર કરતું કેન્સર) તેમના આગામી કિમોથેરાપી સેશનની રાહ જોઇ રહ્યાં હતાં ત્યારે શહેર, દેશ અને સમગ્ર વિશ્વમાં લોકડાઉન અમલમાં આવ્યું. આના પરિણામે તેમની સારવારમાં મોટો અવરોધ પેદા થયો કારણકે તેમની કિમોથેરાપી માટે ઉપયોગમાં લેવાતી દવા વિદેશમાંથી મંગાવવામાં આવે છે. આ દવા ઘણી ચોક્કસ અને મોંઘી છે. આથી દર્દીએ તેની સ્વયં વ્યવસ્થા કરવાની રહે છે. લોકડાઉનની સ્થિતિમાં છાયાના પરિવાર માટે દવા પ્રાપ્ત કરવી અશક્ય હતું. આનાથીદર્દીના પરિવારજનોમાં લાચારીની ભાવના સર્જાવાની સાથે-સાથે દર્દી ચિંતા અને તકલીફ પણ અનુભવે છે.

             આ મૂશ્કેલ સમયમાં અપોલો સીબીસીસીએ પહેલ કરીને દવા મેળવવાની જવાબદારી ઉઠાવવાની સાથે-સાથે સમયસર છાયાની સારવાર પણ ચાલુ રાખી. અપોલો સીબીસીસીના ડેપ્યુટી મેડિકલ ડાયરેક્ટર અને ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. નવિન કેસવાનીએ જણાવ્યું હતું કે, અપોલો સીબીસીસી ખાતે અમે અમારાદર્દીઓને શક્ય તેટલી ઉત્તમ સારવાર પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે કામ કરીએ છીએ. ભાગ્યે જ જોવા મળતાં બ્લડ કેન્સરના આ પ્રકાર લિમ્ફોમાથી પીડિત આ દર્દીનેઆગામી કેમોથેરાપી માટે દવાની જરુર હતી. હાલના મૂશ્કેલ સમયમાં અમારી ટીમેઆ દવા સમયસર અમદાવાદ લાવવા માટેનાતમામ પ્રયાસો કરવાનો નિર્ણય કર્યો. અમારા ફાર્મસી મેનેજરે વિવિધ ટીમ સાથે સંકલન કર્યું અને નિયંત્રિત સ્થિતિમાં દવા ચેન્નઇ અને ત્યારબાદ સુરત પહોંચે તે સુનિશ્ચિત કર્યું. ડો. નવીન કેસવાનીના માર્ગદર્શન હેઠળ અપોલો સીબીસીસીના શ્રી મંથન મહેતાએ સતત વાટાઘાટો કરી અને લોજીસ્ટિકની યોજના તૈયાર કરી. આ પ્રયાસોથી દવા ચેન્નઇ પહોંચાડવી શક્ય બન્યું.આ સમયે ચેન્નઇથી ગુજરાતના સુરત આવતી એક ફ્લાઇટ હતી કે જેનાથી દવા ગુજરાતમાં પહોંચાડવાનું સુનિશ્ચિત થયું.
                શ્રી મહેતા સુરત કાર્ગો પાસેથી દવા મેળવવા સુરત પહોંચ્યાં હતાં. સુરત કાર્ગોએ કામચલાઉ ધોરણે તેની કામગીરી બંધ કરી દીધી હતી, પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને જોતાં તેણે અપવાદ કર્યો. તે જ રાત્રે દવા અમદાવાદ પહોંચી અને શ્રીમતી છાયાનું કેમોથેરાપી શક્ય બન્યું. જોકે, સુરત અને ત્યાંથી અમદાવાદ સુધીની યાત્રા સરળ ન હતી. શ્રી મહેતાની વિવિધ ચેકપોઇન્ટ્સ ઉપર પૂછપરછ કરાવમાં આવી. તેમનાહેતુ અને સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઇને પોલીસ અને વહીવટીતંત્રએ તેમને સહયોગ કર્યોતેમજશ્રી મહેતાને મદદ પણ કરી. તેમણે તમામ નિયમો અને શરતોનું પાલન કર્યું, જેથી જરૂરી સાવચેતી અને સામાજિક અંતર જાળવી શકાય. આ અંગે વધુ માહિતી આપતાંશ્રી મંથને જણાવ્યું હતું કે, હાલમાં વિશ્વભરમાં પ્રવર્તીરહેલીસ્થિતિને ધ્યાનમાંરાખતાં આ દવા મેળવવી અમારી પ્રાથમિકતા હતી. અમે જરૂરી તમામ સાવચેતી રાખી તેમજ માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા, તમામ સરફેસ સેનિટાઇઝ કરવાસહિતના તમામ નિયમોનું પાલન કર્યું. દવા કાર્ગોમાં કોલ્ડ ચેઇનમાંલાવવામાં આવી હતી તથા સુરતથી અમદાવાદ સુધી પણ આઇસ બોક્સમાં યોગ્ય તાપમાન જાળવીને તેને અમદાવાદ લવાઇ હતી.  આ દવા ચેન્નઇથી સુરત અને આખરે અમદાવાદ સુધી ટ્રાન્સપોર્ટ દરમિયાન અપોલો સીબીસીસી ટીમે તમામ જરુરી સાવચેતી રાખી હતી તેમજ દવા માટે આવશ્યક તાપમાન જાળવાઇ રહેવાનું સુનિશ્ચિત કર્યું હતું. આમ અપોલો સીબીસીસીના સમર્પિત પ્રયાસોથી શ્રીમતી છાયાનું કેમોથેરાપી સેશન શક્ય બન્યું છે.

(9:03 am IST)