Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

અમદાવાદમાં કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થતા કર્મચારી પોલીસ સ્ટેશને પહોંચતા ફુલવર્ષા

પીઆઇ સહીત તમામ સ્ટાફના માણસોએ પુષ્પવર્ષાથી આવકાર્યો

અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી રાજેશભાઈને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ ચેપ તેમને એક કેસ કરવા માટે લાવવામાં આવેલા શાકભાજી વાળાથી લાગ્યો હતો. જો કે આજે તેઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાણીપ પોલીસ સ્ટેશનમાં તેઓ આજે હાજર થતાની સાથે જ પીઆઇ સહીત તમામ સ્ટાફના માણસોએ તેમની ઉપર ફૂલ વર્ષા કરીને આવકારી લીધા હતા.સ્ટાફના આવા સન્માનથી પોલીસ કર્મચારી ગદગદિત થઈ ગયા હતા
 

(9:51 pm IST)