Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણંય :નગરપાલિકા અને મહાનગરપાલિકા સિવાયના વિસ્તારની ૯૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી શરૂ કરાશે

અમદાવાદ : રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકા સિવાયના વિસ્તારમાં આવેલ ૯૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી શરૂ કરવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે .આ ૯૮ કચેરીઓમાં માત્ર ઓન લાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને અને ઓનલાઇન નોંધણી ફી ભરીને જ દસ્તાવેજ નોંધણી માટે જઇ શકાશે.હાલના તબક્કે નોંધણી સિવાયની નાગરિકલક્ષી નકલ અને શોધની કામગીરી બંધ રહેશે

  સબરજીસ્ટ્રારોને કોવિડ - ૧૮ અંગેના સોશિયલ ડિસ્ટન્સીગ તેમજ સેનીટાઇઝેશન સહિતના તકેદારીના તમામ પગલા લેવા પણ સૂચના આપવામાં આવી છે.આ પૈકીના કોઇ સ્થાનિક વિસ્તાર હોટસ્પોટ કે કરફ્યુ જાહેર થયેથી જે તે કચેરી તુરંત જ બંધ કરવામાં આવશે એમ નાયબ નોંધણી સર નિરીક્ષક ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.

(9:28 pm IST)